ગોંડલ ની એશિયાટીક કોલેજમાં એન્ટી ડ્રગ્સ દિવસે યોજાયેલ પરિસંવાદમાં જીવનભર કયારેય ડ્રગ્સ ન લેવાના સપથ લેવાયા.
દર વર્ષે ૨૬ મી જૂનને “International Day Against Drug Absue And Illicit Trafficking “તરીકે ઘોષિત કરવામાં આવેલ છે અને દર વર્ષે આ દિવસની ઉજવણીના ભાગરૂપે એન્ટી ડ્રગ્સ અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે. સને ૨૦૨૩ માં ૨૬ જુનના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા “Drug Free India” ના વિઝન હેઠળ તારીખ ૧૨ થી ૨૬ જૂન ૨૦૨૩ ને નશામુક્ત ભારત પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ હોય
જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ, રાજકોટ ગ્રામ્ય ની સૂચનાથી એ.ઑ.જી. શાખાના પોલીસ ઈન્સ્પેકટર શ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવેલ.
જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ વિસ્તારમાં આવેલ એશિયાટીક કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓને સી.આઈ.ડી. ક્રાઈમ, નાર્કોટીક્સ સેલ દ્વારા બનાવવામાં આવેલ વિડિયો કે જેમાં યુવાનોમાં કેવી રીતે ડ્રગ્સની આદત પડે છે તેમજ ડ્રગ્સની આદત વાળા યુવાનો કેવું વર્તન કરે છે તે બાબતની વિસ્તૃત સમાજ આપતી ફિલ્મ બતાવવામાં આવેલ. તેમજ એ.ઑ.જી શાખાના પો.સ.ઇન્સ. શ્રી બી.સી.મિયાત્રા તથા એશિયાટીક કોલેજના ચેરમેન શ્રી ગોપાલભાઈ ભુવા તથા ગોંડલ યાર્ડના ચેરમેન શ્રી અલ્પેશભાઇ ઢોલરિયા, વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ગોંડલ શહેર આગેવાન સતિષભાઇ શિંગાળા, રવિભાઈ માકડિયા, જયદીપસિંહ જાડેજા, વિમલભાઈ થોરિયા,કુલદીપ સિંહ જાડેજા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ
તથા આ કાર્યક્રમ દ્વારા એશિયાટીક કોલેજમાં અભ્યાસ કરતાં સમગ્ર સૌરાષ્ટ્રના યુવા ઈજનેરોને ડ્રગ્સથી થતી આડઅરસરો બાબતેની વિસ્તૃત સમજ આપેલ કાર્યક્રમ દરમ્યાન ગોપાલભાઈ ભુવાએ ઉપસ્થિત તમામને જીવનભર ક્યારેય ડ્રગ્સ ન લેવાના અને કોઈ ડ્રગ્સ લેતું હોય તો તેને અટકાવવાના તથા સી.આઈ.ડી. ક્રાઈમ, નાર્કોટીક્સ સેલને તે અંગેની જાણ કરવાના સપથ લેવડાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં 500 થી વધુ યુવાનો ઉપસ્થિત રહેલ અને પોતાના વતનમાં જઈને તમાકુ, સિગારેટ, અફીણ, ચરસ, ગાંજો, નસીલી દવા કે અન્ય કોઈ નસિલા ડ્રગ્સ ન લેવા બાબતની જાગૃતિ ઊભી કરવાનું નક્કી કરેલ.