ગોંડલના ગંગોત્રી સ્કૂલ પરિવાર દ્વારા મહા રક્તદાન કેમ્પનું સફળ આયોજન.

આજ રોજ તારીખ 25 જૂન ને રવિવાર ના રોજ ગંગોત્રી સ્કૂલ પરિવાર દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ના 5th  ફાઉન્ડેશન ડે નિમિત્તે સિવિલ હોસ્પિટલ રાજકોટના દર્દીઓ માટે તેમજ થેલેસિમિયા દર્દીઓના લાભાર્થે અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિના મૂલ્યે લોહી મળી રહે તેવા શુભઆશયથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જે ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યુ છે.

આ રક્તદાન કેમ્પ માં લોહી એકત્ર કરવા માટે PDU સિવિલ બ્લડ બેંક રાજકોટ, લાઇફ બ્લડ સેન્ટર અને ગોંડલની આસ્થા બ્લડ બેંકનાં ડોકટરો અને તેની ટીમ આવેલ. આ મહા રક્તદાન કેમ્પમાં 368 બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ. રક્તદાન કરવા આવનાર દરેક રક્તદાતાનો ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદિપ સર છોટાળા દ્વારા સન્માનપત્ર  અને ગીફ્ટ આપીને આભાર વ્યક્ત કર્યો હતો તથા દરેક રક્તદાતા માટે ગંગોત્રી સ્કૂલ પરિવાર દ્વારા ચા, કોફી અને નાસ્તાની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. રક્તદાનને ગંગોત્રી પરિવાર દ્વારા કિંમતી ભેટ પણ આપવામાં આવી હતી.
આ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત ગોંડલ, જેતપુર અને તેની આજુબાજુ નાં ગામના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક આગેવાનો અને બહોળી સંખ્યામાં વાલીશ્રીઓ હાજર રહી આ કાર્યને બિરદાવ્યું હતું.

આ  રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે પોતાનો પૂરતો સાથ અને સહયોગ આપનાર ગોંડલ અને જેતપુર શહેરની આજુબાજુ ની 30 થી વધુ સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓને  ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનાં ફાઉન્ડર ચેરમેન સંદિપ સર છોટાળા દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના 5th ફાઉન્ડેશન ડે નાં દિવસે મહા રક્તદાન કેમ્પમાં તેમના સહયોગ અને ઉમદા સેવાકીય ભાવના બદલ સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

 


તેમજ આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનાં  વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ, શિક્ષકો અને મેનેજમેન્ટ ટીમનો પણ પૂરતો સહયોગ આપવા બદલ ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદિપ સર છોટાળા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!