ગોંડલ પંથક નાં તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન પ્રસંગે ગોંડલને સૌરાષ્ટ્રનું વિદ્યાનગર બનાવવા સંકલ્પ લેવાયો..
ગોંડલ ભગવતસિંહજી ટાઉનહોલ ખાતે વહીવટી તંત્ર અને તેજસ્વી વિદ્યાર્થી સમિતિના સંયુક્ત ઉપક્રમે ગોંડલ શહેર તથા તાલુકામાં આવેલી ઉચ્ચ શૈક્ષણિક કોલેજો (1)એમ. બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (2)એસ. એસ અજમેરા લો કોલેજ (3)એશિયાટિક એન્જી. કોલેજ (4)મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (5)સહજાનંદ કોલેજ (6)બાલાજી નર્સિંગ કોલેજ (7)શાન્તા બેન આર્ટસ એન્ડ લો કોલેજ માં અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમને પોતાની વિદ્યા શાખા માં સમગ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ગોંડલનું નામ રોશન કરેલ છે તેવા તથા ગોંડલ શહેર અને તાલુકાની વિવિધ સ્કૂલમાં અભ્યાસ કરી ધોરણ 10 અને ધોરણ 12 માં માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં 99.00 કરતાં વધુ PR મેળવી બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવતા તાલુકા તરીકે ગોંડલનું નામ ગુંજતું કરેલ છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ સન્માન સમારોહમાં ઉચ્ચ કક્ષાની કોલેજોમાં એશિયાટીક કોલેજમાથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમા 10 SPI (100%) એટલે કે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવેલ રાઠોડ નવીન( કોમ્પ્યુટર એંન્જી ) અને કંડોળીયા દર્શન( સિવિલ એંન્જી ) બંને વિદ્યાર્થીઓને શિલ્ડ આપી નવાજમાં આવેલ તેમજ ઉપરોક્ત તમામ કોલેજોની એંજિનિયરિંગ, નર્સિંગ, આર્ટ્સ, કોમર્સ, BBA, BCA, LAW સહિતની વિદ્યાશાખામાં તાલુકા પ્રથમ નંબર મેળવેલ 15 વિદ્યાર્થીઓને પણ શિલ્ડ આપવામાં આવેલ તથા આ કોલેજોની ઉપરોક્ત વિદ્યાશાખામાં કોલેજ લેવલે બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર 41 વિદ્યાર્થીઓને પણ સન્માન પત્ર આપી નવાજવામાં આવેલ.
જ્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડના વર્ષ 2023 ના પરિણામમાં 99.90 થી 99.99 PR મેળવેલ વિદ્યાર્થીઓ એટલે કે બોર્ડમાં પ્રથમ એકથી દસમા સ્થાન મેળવેલ જેમાં ધોરણ 10 માં 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ પ્રથમ સ્થાન મેળવેલ પટેલ રાધેય કેતનકુમાર (BAPS વિદ્યાલય) તથા ધોરણ 12 કોમર્સમાં 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ ઝાલા રાજવી પ્રકાશભાઈ(ગંગોત્રી વિદ્યાલય) અને જાની પાર્થ વિજયભાઈ(BAPS વિદ્યાલય) તથા અને ધોરણ 12 સાઇન્સમાં 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ સહિતના માલવિયા જેનીલ મનીશભાઈ(BAPS વિદ્યાલય) સહિત ધોરણ 10 અને 12 ના કુલ 25 વિદ્યાર્થીઓને તથા CBSE બોર્ડમાં PR આપવાની પ્રથા ન હોય ધોરણ 10 તથા ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાઇન્સ એમ ત્રણેય પ્રવાહમાં સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ 4 વિદ્યાર્થીઓને શીલ્ડ આપી નવાજમાં આવેલ તથા 99.00 થી 99.89 સુધીના PR મેળવેલ ગોંડલ તાલુકાની અલગ-અલગ 30 સ્કૂલના કુલ 170 વિદ્યાર્થીઓને સન્માન પત્ર આપી નવાજમાં આવેલ. આમ ગોંડલ શહેર અને તાલુકાને અલગ-અલગ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો અને સ્કૂલોના કુલ 256 તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી ગોંડલ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત એક મંચ પર સન્માનીત કરવામાં આવેલ જે ખરેખર સમગ્ર ગોંડલ પંથક માટે ગૌરવ પૂર્ણ ઘટના ગણાય.
આ કાર્યક્રમમાં મોટીવેશનલ અને શૈક્ષણિક વક્તા જય વસાવડાએ તમામ કળામાં શિક્ષણએ ઉત્તમ કળા હોવાનું અને જ્ઞાન શક્તિએ વિપરીત સંજોગોમાં પણ શ્રેષ્ઠ શક્તિ હોવાનું જણાવેલ. આ કાર્યક્રમના સયોજક ગોપાલભાઈ ભુવાએ ગોંડલની તેજસ્વી પ્રતિભાઓને એક મંચ પર લાવી સમૂહમાં પ્રોત્સાહિત કરતી વખતે આવનારા વર્ષોમાં ગોંડલ સૌરાષ્ટ્રના વિદ્યાનગર(શિક્ષણ નગરી) તરીકે ઊભરી આવે અને ગોંડલની કોલેજો અને સ્કૂલોમાં અભ્યાસ કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર માંથી વિદ્યાર્થીઓ ગોંડલ આવે તેવી તથા મહારાજા સર ભગવતસિંહજી જે પોતે એંન્જીનિયર હતા તેમના શૈક્ષણિક વારસાને જાળવી રાખવા હાકલ કરેલ.
ગોંડલ પ્રાંતના ડેપ્યુટી કલેક્ટર શ્રી રાજેશ આલ, વિદ્યાર્થી સન્માન સમિતિના સયોજક અને એશિયાટીક કેમ્પસના ફાઉંડર શ્રી ગોપાલભાઈ ભુવા, APMC ના ડિરેક્ટર શ્રી પ્રફુલભાઇ ટોળીયા સહિત સમગ્ર ગોંડલ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થી સન્માનના આ કાર્યક્રમને બહોળો પ્રતિશાદ આપી ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ગોંડલ તાલુકાની તમામ સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ તથા વાલીઓ તથા ગોંડલની વિવિધ સામાજિક/રાજકીય/ધાર્મિક/ સહકારી આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ અને NGO ના અગ્રણીઓ ટાઉન હૉલ ગોંડલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.