ગોંડલ તાલુકા ના વાસાવડ ના એક વૃદ્ધ દંપતી ની હાલત અત્યંત દયનિય ખજૂરભાઈ જેવા અનેક દાતાની પાસે એક મકાન ની આશા.

ગોંડલના વાસાવડ ખાતે નદી ના કાંઠે વસવાટ કરતો એક વૃદ્ધ દંપતી ની અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયા છે એક સાંધો ત્યાં તેર તૂટે એવીજ હાલત આ વૃદ્ધ દંપતી ની છે આ પરિવાર ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની જેવા અનેકો દાતા પાસે એક અપેક્ષા રાખી રહયો છે કે તેમનું પણ એક ઘર બને…

 

મૂળ મહુવા તાલુકા ના મોટા આસરાણા ના વતની કનુભાઈ રવજીભાઈ માળવી પ્રજાપતિ કુંભાર ઉ. વ. 57 તેમજ તેમના પત્ની કંચનબેન કનુભાઈ માળવી ઉ. વ.58 છેલ્લા બે વર્ષ થી ગોંડલ ના વાસાવડ ખાતે વસવાટ કરે છે સંતાન મા બે પુત્રો ને બે પુત્રી છે જેમાં પુત્રો એક પણ પૈસો આ વૃદ્ધ દંપતી ને આપતાં નથી બંને પુત્રો જુદા છે દીકરીયું સાસરે છે ત્યારે હાલ આ વૃદ્ધ દંપતી ખુબ ખરાબ પરિસ્થિતિ મા જીવન નિર્વાહ કરી રહયા છે હાલમાં વાસાવડ નદી ના કાંઠે ઝૂંપડી મા રહે છે

કોઈ પણ સરકારી સહાય આ વૃદ્ધ દંપતી ને મળેલ નથી હાલ ચોમાસુ નજીક છે ત્યારે ઝૂંપડા મા સાડી બાંધીને રહે છે આ ઝૂંપડા ની જગ્યા પણ આડોશી પાડોશી એ આપેલ છે જગ્યા પણ તેમની નથી એટલે કે કોઈ આશરો ઘરનો નથી


આ વૃદ્ધ દંપતી ખજૂરભાઈ જેવા અનેક દાતાઓ પાસે એક મકાન ની આશા રાખી રહયો છે આ વૃદ્ધ દંપતી ને આજુબાજુ વાળા પાડોશીઓ સારો સહયોગ આપી રહયા છે કનુભાઈ ની હાલત એવી છે કે તે કાને બહેરા છે ને હાલતા બીમાર પડી જાય છે નાનું મોટુ માટલા ઘડીને તેમનું ગુજરાન ચલાવે છે ને કંચનબેન ને પગ નો દુખાવો છે તે બહુ ચાલી પણ નથી શકતા તો આ વૃદ્ધ દંપતી ને હાલમાં તેમનો એક જમાઈ દ્વારા નાની નાની મદદ કરે છે

આ વૃદ્ધ દંપતી ને હાલ ખુબ દયનિય પરિસ્થિતિ મા છે તેથી તેઓ ઉપર આસમાન ને નીચે ધરતી જેવી હાલત મા છે ફક્ત ઉપર આકાશ ને નીચે ધરતી ના સહારે આ વૃદ્ધ દંપતી જીવન પસાર કરી રહયા છે,હાલમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે આ વૃદ્ધ દંપતી ચિંતા મા છે ને દુઃખી છે આ પરિવાર ને એક આશા છે કે ખજૂરભાઈ જેવા કોઈ એક દાતા તેમને પણ એક મકાન બનાવી આપે, તો તેમને પણ એક આશરો થઇ જાય, તેવી આશા એ આ પરિવાર જીવી રહયો છે, આ વૃદ્ધ દંપતી ની જાણ સુલતાનપુર ના પત્રકાર કમલેશ રાવરાણી ને થતા વાસાવડ ગામે આ પરિવાર ની મુલાકાત લઈ ને આ ગરીબ પરિવાર થી વાકેફ કરાવવા વિડિઓ બનાવી ખજૂરભાઈ સહિતના દાતાઓ સુધી આ વિડિઓ પહોંચાડવાની કોશિશ કરી આ પરિવાર ની વહારે આવવા અપીલ કરી છે.


જે કોઈ દાતા કે સેવાભાવી લોકો આ વૃદ્ધ દંપતી ની મદદ કરવા માંગતા હોયતો નીચે એમની બેંક વિગત આપેલ છે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી આપીને એક વૃદ્ધ દંપતી ના આશીર્વાદ મળશે આપ આપની રકમ ખાતા મા જમા કરાવી શકો છો.

Name -malviya kanubhai ravjibhai
Accaunt no. 03668100002618
ifsc code -BARBOVASAVA
Bank of baroda
Vasavad
Ta. Gondal
Dist. Rajkot
કનુભાઈ મો -9574871940
ભરતભાઈ -9879483758

અહેવાલ -કમલેશ રાવરાણી
સુલતાનપુર

error: Content is protected !!