ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ના 5th ફાઉન્ડેશન ડે નિમિત્તે ગોંડલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન.

અનેક સામાજિક અને સેવાકાર્યો માટે મોખરે રહેતા ગંગોત્રી પરિવાર દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના 5th ફાઉન્ડેશન ડે નિમિતે તા.25/06/2023 ને રવિવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  છે. આપ સૌ જાણો છો કે રક્ત એ જીવનરક્ષક  દવા (Life saving drug) છે જે કોઈ ફેક્ટરીમાં નથી બનતું, પરંતુ માનવ શરીર જ એની ફેક્ટરી છે. રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. આપણા દેશમાં દાન-પુણ્યનો ઘણો મહિમા છે.

જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટે હાથે ધનદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરે છે. આ દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે. ઉપરાંત તે આપણી સામાજિક જવાબદારી પણ છે. આપણે આપેલા રક્તથી કોઈનું જીવન બચી શકે છે. અકસ્માત, કેન્સર, પ્રસુતિ, વિવિધ પ્રકારના ઓપરેશનો તથા થૅલેસેમિયા જેવા જન્મજાત ઉણપ ધરાવતા રોગ માટે રક્ત એ એક આવશ્યક અને  જીવનદાન આપનારું બની શકે છે. થેલેસેમિયાના દર્દીઓને  આજીવન રક્તના સહારે જ જીવન જીવવું પડે છે. કારણ કે તેમના રક્તકર્ણો ખામીયુકત હોવાથી શરીર તરત જ નાશ પામે છે. વિવિધ પ્રકારના કેન્સરમાં તથા તેની માટેની કેમોથેરેપીની આડ અસરમાં પણ રક્ત વગર દર્દીની સારવાર શક્ય નથી. થેલેસેમિયા ગ્રસ્ત લાખો બાળકો, કિડની, કેન્સરના દર્દીઓ તથા ભયંકર અકસ્માતો, મોટા ઓપરેશન અને સગર્ભા મહિલા દર્દીઓ માટે બ્લડની ખૂબ જરૂર પડે છે. આવા દર્દીઓને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે અને તેઓ પણ વધુ સારી રીતે જિંદગી જીવી શકે તે હેતુથી ગંગોત્રી સ્કૂલ પરિવાર દ્વારા તારીખ 25/06/2023 ને રવિવારના રોજ સવારે 9:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી ગંગોત્રી સ્કૂલ, ગુંદાળા રોડ, ગોંડલ મુકામે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. તેમજ રક્તદાન કરનાર માટે ચા નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે,  તેમજ રક્તદાન કરનારને ગંગોત્રી સ્કૂલ પરીવાર દ્વારા ભેટ આપવામાં આવશે.

આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા ગોંડલ અને જેતપુર શહેર આસપાસની ઘણી નામાંકિત સામાજિક અને સેવાકીય તથા શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાયેલ છે. આ બ્લડ ડોનેશન કેમ્પ માટે વિવિધ ઘણી બ્લડ બેન્ક આવશે અને તે બ્લડ ડાયરેક્ટ દર્દી સુધી પહોંચાડશે. દરેક જાગૃત નાગરિકે દર ત્રણ મહિને, ચાર મહીને કે છ મહિને જે પણ સમયાંતર અનુકૂળ હોય તે પ્રમાણે સ્વૈચ્છીક રક્તદાન કરવું જોઈએ અને તે સૌથી મોટી સામાજિક સેવા બની રહેશે. તો ગંગોત્રી પરિવાર તેમજ ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર ચેરમેન સંદીપ છોટાળા વતી આપ સર્વે ધર્મપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી જાહેર જનતાને  મહારક્તદાન કેમ્પમાં આવીને જરૂરિયાત મંદ દર્દીઓ માટે રક્તદાન કરો, તેવું આમંત્રણ આપે છે. આ સેવાના માર્ગ પર સાથ સહકાર આપવા ગંગોત્રી સ્કૂલ પરિવાર આપ સૌને અપીલ કરે છે.

error: Content is protected !!