ગોંડલના નાગડકા ગામે ખેડૂતોનું અષાઢી બીજનું નુતન વર્ષ સ્નેહ મિલન યોજાયું.
રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગામ ધુવાડાબંધ લાપસી પ્રસાદનું પણ આયોજન.
ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી.ગોંડલમાં દરેક ધાર્મિક મંદિરોમાં અષાઢી બીજના પર્વને લઈને ધ્વજા આરોહણ,મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે ગોંડલ નજીકના નાગડકા ગામે ધારવાળી ખોડીયાર માતાજી લાપસી પ્રસાદ સાથે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ હતું.
ગોંડલ તાલુકાના નાના એવા નાગડકા ગામે ધારવાળી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં અષાઢી બીજની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી.નાગડકા ગામના આગેવાન અને ગોંડલ ન્યાય એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર રાજેશભાઈ સખીયા દ્વારા અષાઢી બીજના પર્વ નિમિતે ધારવાળી ખોડીયાર માતાજીની લાપસી પ્રસાદનું ગામ ધૂવાડા બંધનું આયોજન કરવામાં આવેલ હતું.
નાગડકા ગામે યોજાયેલ અષાઢી બીજના પર્વ અને નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની મુખ્ય અતિથિ વિશેષ ઉપસ્થિતમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ જાડેજા-રીબડા,ગોંડલના રાજકીય,સામાજિક અગ્રણીઓ,સાધુસંતો,ડોક્ટરો,વકીલો,ઉદ્યોગપતિઓ,આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા..
જેમનું ગ્રામજનો દ્વારા ઢોલ ન ગારા અને પુષ્પગુંચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યોજાયેલ ખેડૂત સ્નેહ મિલનમાં ગ્રામજનોને અષાઢી બીજ અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવીને ખેડૂતો માટે અષાઢીબીજનું પર્વ સારા વરસાદ સાથે વર્ષ પણ સારા ઉત્પાદન સાથે ફળદાયક નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવેલ હતી.