મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ગોંડલ ખાતે ‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉજવણી કરાશે.

નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સંગ્રામસિંહજી હાઇસ્કુલ, ગોંડલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ૨૦૦૦ નાગરિકો  સામુહિક યોગમાં સામેલ થશે. જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્રારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, રાજકોટના સાંસદશ્રીઓ શ્રી મોહનભાઈ કુંડારીયા તથા શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વશ્રી ગીતાબા જાડેજા, ડો. દર્શિતાબેન શાહ, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી ઉદયભાઇ કાનગડ વગેરે ઉપસ્થિત રહેશે.

error: Content is protected !!