મારૂતિનગર સોસાયટીમાં મોટરસાઇકલ સળગાવવાના ગુનામાં પાંચ આરોપીને પકડી પાડયાં.
ગઇ તા.૦૩/૦૬/૨૦૩ ના રાત્રીના સમયે મારૂતીનગર સોસાયટીમા બે મો.સા. સળગાવી નુકશાન કરેલનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી પાંચઆરોપીઓને પકડી પાડતી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમ
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૨ સુધીરકુમાર દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભાર્ગવ પંડ્યા (પશ્ચિમ વિભાગ)નાઓએ પ્ર.નગર પો.સ્ટે. વિસ્તારમાં અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીઓને પકડી લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એમ.આર. ગોંડલીયા તેમજ સર્વેલન્સ સ્ટાફના પો.સબ ઈન્સ. બી.વી. ચુડાસમા તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. ધર્મેશભાઈ ડાંગર તથા પો. કોન્સ. મહાવિરસિંહ જાડેજાનાઓને મળેલ સંયુકત ખાનગી હકીકત આધારે સદરહું ગુન્હામા સંડોવાયેલ પાંચ આરોપીઓને પકડી પાડી પ્રદ્યુમન નગર પો.સ્ટે. ગુ.ર.નં.-૧૧૨૦૮૦૪૪૨૩૦૪૦૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૩૫ મુજબનો
ગુન્હો ડીટેકટ કરેલ છે પકડાયેલ મહિલા આરોપી-
(૧) સિરાજ રહીમભાઈ બાંભણીયા જાતે. સંધી મુસલમાન ઉ.વ. ૩૦, ધંધો. લે-વેંચ, રહે. શ્રોફ રોડ . ઑમ એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૨૦૩, રાજકોટ શહેર (૩) અજય નીતીનભાઈ ગોહેલ જાતે. કોળી, ઉ.વ. ૨૫, રહે. ગોંડલ હરભોલે સોસાયટી, વિઠલવાડી, જી. રાજકોટ શહેર
(૨) યતીશ દિપકભાઈ ગોહેલ જાતે. કોળી, ઉ.વ. ૨૩, રહે. ગોંડલ હરભોલે સોસાયટી, વિઠલવાડી, જી. રાજકોટ શહેર
રાજકોટ શહેર
(૪) ચેતન પ્રવિણભાઈ મકવાણા જાતે, કોળી, ઉ.વ. ૨૧, રહે. ગોંડલ ભગવતપરા શેરી નં. ૧૯ રાજકોટ શહેર જી. (૫) રોહિત મનોજભાઈ મકવાણા જાતે, કોળી, ઉ.વ. ૨૦, રહે. ગોંડલ ભગવતપરા શેરી નં. ૧૯ જી.
> કામગીરી કરનાર અધિકારીશ્રી/ સ્ટાફ ઃ-
પો.ઈન્સ. એમ.આર. ગોડલીયા તથા સર્વેલન્સ સ્ટાફના પો.સબ ઇન્સ બી.વી. ચુડાસમા તથા
એ.એસ.આઈ. સી.એમ. ચાવડા તથા પો.હેડ કોન્સ. ધર્મેશભાઈ ડાંગર તથા પો.કોન્સથ. યુવરાજસિંહ જાડેજા તથા મહાવીરસિંહ જાડેજા તથા તથા અનોપસિંહ ઝાલા તથા જયેન્દ્રસિંહ પરમાર તથા તુલશીભાઈ જાદવ તથા કનુભાઈ ભમર તથા અશોકભાઈ હુંબલ તથા ધર્મેશભાઈ મોણપરા સહિતના ઓ એ કામગીરીમાં જોડાયેલા હતા.