ગોંડલ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા ૩૫૦ થી વધુ લોકોનું બાલાશ્રમ ખાતે કરાયું સ્થળાંતર.
અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રી રાઘવજીભાઇ પટેલ અને આગેવાનો.
બિપોરજોય વાવાઝોડાની આગાહી ને પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જેવાકે બાલાશ્રમ રોડ પર નદીકાંઠે ઝૂંપડપટ્ટીમાં રહેતા આશરે ૩૫૦ થી પણ વધુ લોકોનું બાલાશ્રમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે ગઇકાલે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ધારાસભ્ય ગીતાબા જાડેજા, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા,
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટયાર્ડ ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ રીનાબેન ભોજાણી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શીતલબેન કોટડીયા, અસ્મિતાબેન રાખોલીયા સહિત ના લોકો દ્વારા બાલાશ્રમ ખાતે સ્થળાંતર કરેલ પરિવારની મુલાકાત લીધી હતી. તેમજ સ્થળાંતર કરેલ પરિવારને આપવામાં આવતું ભોજનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું અગાહીને પગલે વહીવટી તંત્ર ખડેપગે રહ્યું છે
ત્યારે તંત્રની સાથે ખભે ખભો મિલાવી ભાજપ ના નગરપાલિકા ઉપપ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, દંડક રાજેન્દ્રસિંહ જાડેજા, બાંધકામ ના ચેરમેન ચંદુભાઈ ડાભી, વોટરવર્કસ શાખા આસિફભાઈ ઝકરિયા, સેનિટેશન શાખા ના પ્રતિનિધિ અનિલભાઈ માધડ, પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, સમીરભાઈ કોટડીયા, સહિતના હોદ્દેદારો અને કર્મચારીઓ તેમજ ગોંડલ પોલીસ સ્ટાફ બિપોરજોય નામના વાવાઝોડામાં આવી પડેલ મુશ્કેલીનો સામનો કરવા તંત્રની સાથે ખડેપગે ઉભા રહ્યા હતા.