હાલમાં ગુજરાત પર બીપરજોય વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થયેલ આકસ્મિક પરિસ્થિતિને પહોચી વળવા રાજકોટ જિલ્લાના ગોંડલ તથા જસદણ પ્રાંત અધિકારીશ્રી ઘ્વાર વાવાઝોડા / ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા બન્ને પ્રાંતના તાલુકા સંક્લન પુર્વાયોજન સંદર્ભેની બેઠક યોજવામાં આવી.
હાલમાં ગુજરાત પર બીપરજોય વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થયેલ આકસ્મિક પરિસ્થિતિને પહોચી વળવા રાજકોટ જિલ્લાના ગોંડલ તથા જસદણ પ્રાંત અધિકારીશ્રી ઘ્વાર વાવાઝોડા / ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા બન્ને પ્રાંતના તાલુકા સંક્લન અધિકારીશ્રી તથા પદાધિકારીશ્રીઓ તથા સામાજીક સંસ્થાના અગ્રણીઓ સાથે આજરોજ તા.૧૧/૦૬/૨૦૨૩ ના રોજ પુર્વાયોજન સંદર્ભેની બેઠક યોજવામાં આવેલ હતી. જેમાં હાજર રહેલ નીચે મુજબના અધિકારી / કર્મચારીશ્રીઓને અધ્યક્ષ સ્થાનેથી જરૂરી સુચનો કરવામાં આવેલ.
વાવાઝોડુ હાલ ગુજરાતના દરીયા કિનારાથી ૪૬૦ કિ.મી. દુર છે. આગામી સમયમાં તા.૧૧-૧૨-૧૩-૧૪/૦૬/૨૦૨૩ દરમિયાન રાજયના વિવિધ જિલ્લા તાલુકામાં ભારે વરસાદ પડી શકે તેમ છે. વાવાઝોડાની અસર પણ થઈ શકે તેમ હોય તાલુકાના અધિકારીશ્રીઓને પ્રાંત અધિકારીશ્રી, જસદણ / ગોંડલ (ઈ.ચા.) ઘ્વારા જરૂરી સુચનો કરવામાં આવેલ.
તાલુકાના કંટ્રોલ રૂમ પર ફરજ બજાવતા અધિકારીશ્રી / કર્મચારીશ્રી રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમમાં હાજર રહે તે ખાસ જોવુ. કંટ્રોલ રૂમના લેન્ડ લાઈન નંબર રાઉન્ડ ધ કલોક ચાલુ રહે, નંબર બંધ ન થાય તેની ખાસ તકેદારી રાખવી. કંટ્રોલ રૂમના નંબર વધુને વધુ લોકોને ઉપલબ્ધ થાય તે રીતે સોશ્યલ મીડીયામાં તેનો પ્રચાર-પ્રસાર કરવો.
મામલતદારશ્રી ટી.ડી.ઓ.શ્રી ચીફ ઓફિસરશ્રીને અલગથી એન.જી.ઓ. તથા અન્ય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક કરી વાવાઝોડાથી પ્રભાવિત થનાર લોકોને ફુડ પેકેટ પહોંચાડવા માટેની જરૂરી વ્યવસ્થા સમયમર્યાદામાં પુર્ણ કરવી. જો અન્ય જિલ્લામાં પણ અહીંથી ફુડ પેકેટ મોકલવાના
થાય તો તે માટે પણ અલગથી વ્યવસ્થા થાય તે અંગે સબંધિત સંસ્થાના પ્રતિનિધિ સાથે સંપર્ક કરીને ફુડ પેકેટ પહોંચાડવા માટેની વ્યવસ્થા અંગેનો પ્લાન તૈયાર કરી રાખવો. આગામી તા.૧૪-૧૫/૦૭/૨૦૨૩ ના રોજ ભારે વરસાદ વાવાઝોડાની આગાહીને ધ્યાને લઈ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા પોલીસ વિભાગના સંકલનમાં રહી, મામલતદારશ્રી ટી.ડી.ઓ.શ્રી તથા ચીફ ઓફિસરશ્રીએ સત્વરે કામગીરી હાથ ધરવી.
શહેર / તાલુકા કક્ષાએ વોર્ડ / વિસ્તારના સબંધિત પદાધિકારીશ્રી સરપંચશ્રી કાર્યકરશ્રીના મોબાઈલ નંબર લોકોને સરળવાથી ઉપલબ્ધ થાય તે રીતે સોશ્યલ મીડીયામાં ઉપલબ્ધ કરાવવા. તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમમાં ફલડ કંટ્રોલમાં ઉપલબ્ધ તમામ અધતન નંબરો પણ તાલુકાના સોશ્યલ
મીડીયાની ટીમમાં ઉપલબ્ધ કરાવવા. શહેર / તાલુકા કક્ષાએ રહેલ તમામ મોટા હોર્ડિંગ્ઝ તકેદારીના ભાગ રૂપે સબંધિત કચેરીના વડા
ઘ્વારા સત્વરે ઉતારી લેવા. એસ.ટી.ડેપો સાઈટની આજુબાજુમાં રહેલ હોર્ડિંગ્ઝ પણ તાત્કાલિક ધોરણે ઉતારી લેવા ડેપો મેનેજરશ્રીને સુચના આપવામાં આવી. તાલુકા / ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ જે.સી.બી. | ટ્રેકટર / જનરેટર સેટ / ટ્રેઈન / ટ્રી કટર / તરવૈયા |
દોરડા | લાઈફ જેકેટ / ટોર્ચ છત્રી | બોટ વિગેરેની અદ્યતન માહિતી મામલતદારશ્રી / ટી.ડી.ઓ.શ્રી ચીફ ઓફિસરશ્રી તથા પોલીસ વિભાગએ તેમની પાસે રાખવી તેમજ તાલુકાના કંટ્રોલ રૂમમાં પણ આ અંગેની અદ્યતન માહિતી રાખવી.
તાલુકાના તમામ ફિલ્ડ ઓફિસરશ્રીઓને તેમની સાથે દવાની કીટ / સુકો નાસ્તો છત્રી | રેઈન કોટ / લાઈફ જેકેટ / દોરડા વિગેરે જેવી પ્રાથમિક જરૂરીયાતની વસ્તુઓ તેમના વાહનમાં રાખવી જેથી કરીને વાવાઝોડા / ભારે વરસાદથી અસર પામેલ લોકોને તાત્કાલિક ધોરણે રાહત બચાવની કામગીરી હાથ ધરી શકાય.
જસદણ તાલુકા માટે લોકોને જાણકારી મળી રહે તે માટેના કંટ્રોલ રૂમનો નંબર ૦૨૮૨૧–૨૨૦૦૩૨ તથા ગોંડલ તાલુકા માટે લોકોને જાણકારી મળી રહે તે માટે કંટ્રોલ રૂમના નં.૦૨૮૨૫-૨૨૦૦૯૩ છે. જેની સોશ્યલ મીડીયામાં બહોળી પ્રસિધ્ધિ થાય તે જોવા બેઠકમાં હાજર રહેલ તમામને જણાવ્યુ.
રિપોર્ટર પિયુષ વાજા જસદણ