ગોંડલ તાલુકા નાં ત્રાકુડા ગામની સીમમાંથી  વિદેશી દારૂની બોટલો નંગ- ૧૧૭૬ તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ. ૩,૫૫,૮૦૦/- ના મુદામાલ સાથે સરદાર પસાયા ને પકડી પાડતી રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.

Loading

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક  જયપાલસિંહ રાઠૌડ  એ પ્રોહી. જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઈન્સ.  વી.વી.ઓડેદરા તથા પો. સબ ઇન્સ. એચ.સી.ગોહિલ ના માર્ગદર્શન અને રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. શાખાના પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો. સબ ઇન્સ. એચ.સી.ગોહિલ નાઓને મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામની સીમમાં સાસલી સીમમાં આવેલ લાલજીભાઇ લાધાભાઇ મોટેરીયા ની વાડીએ સરદારભાઇ મગનભાઇ પસાયા જાતે- આદિવાસી ઉ.વ. ૨૦ રહે- હાલ- ત્રાકુડા ગામની સાસલી સીમમાં લાલજીભાઇ લાધાભાઇ મોટેરીયા ની વાડીએ તા. ગોંડલ મુળ ગામ- મેં ગામ, હાંડીયા ફળીયુ તા. ગરબાડા જી દાહોદ તથા અમીન ઉર્ફે ભોલો હાજીભાઇ દોઢીયા રહે- ત્રાકુડા ગામ તા. ગોંડલ વાળાઓએ વેચાણ કરવાના ઇરાદે ઉતારેલ ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ- ૧૧૭૬ કિ.રૂ. ૩,૫૨,૮૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૩,૦૦૦/- તથા એક આધાર કાર્ડની કલર નકલ સહિત કુલ રૂ. ૩,૫૫,૮૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.
હસ્તગત કરેલ આરોપી-
સરદારભાઇ મગનભાઇ પસાયા જાતે- આદિવાસી ઉ.વ. ૨૦ રહે- હાલ- ત્રાકુડા ગામની સાસલી સીમમાં લાલજીભાઇ લાધાભાઇ મોટેરીયા ની વાડીએ તા. ગોંડલ મુળ ગામ- ભેં ગામ, હાંડીયા ફળીયુ તા. ગરબાડા જી દાહોદ
પકડવાનો બાકી આરોપી અમીન ઉર્ફે ભોલો હાજીભાઇ દોઢીયા રહે- ત્રાકુડા ગામ તા. ગોંડલ
કબજે કરેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૧૧૭૬ કિ.રૂ. ૩,૫૨,૮૦૦/-
(૨) એક મોબાઇલ ફોન કિ.રૂ. ૩,૦૦૦/- સહિત કુલ રૂ.૩,૫૫,૮૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર ટીમ-
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.  એચ.સી.ગોહિલ તથા પો.સબ ઇન્સ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી,નરેન્દ્રસિંહ રાણા,દિગ્વીજયસિંહ રાઠોડ,પ્રહલાદસિંહ રાઠોડ,રૂપકભાઇ બોહરા તથા પો. કોન્સ. ઘનશ્યામસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા તથા અમુભાઇ વિરડા, રજાકભાઇ બીલખીયા, અનીરૂધ્ધસિંહ જાડેજા સહિત નાં સ્ટાફ એ કામગીરી હાથ ધરી હતી.
error: Content is protected !!