ગોંડલનાં ચરખડી ગામના એક જ પરિવારના પાંચ સભ્યોને એક એક વર્ષની સજા કરતી ગોંડલ કોર્ટ.

ગોંડલ તાલુકાનાં ચરખડી ગામે ગઈ તારીખ ૧૫/૦૯/૨૦૧૮ નાં રોજ અનુસુચિત જાતિના બે પરીવાર વચ્ચે મારામારી નો બનાવ બન્યો હતો અને બન્ને પરીવારો ગોંડલ તાલુકા પોલીસમાં સામસામી ફરીયાદ નોંધાવી હતી

જેમાં જીતેશભાઇ ધનજીભાઈ રાઠોડ દ્વારા IPC,324.323.504.506(2).114.135 મુજબ ની ફરીયાદ પાંચ વ્યક્તિઓ ઉપર નોંધાવી હતી જે ગોંડલ કોર્ટ સમક્ષ ચાલી જતાં ચરખડી ગામના નાથાભાઈ ડાયાભાઇ વઘેરા સહિત તેમના પરિવાર ચાર સભ્યો ને એક એક વર્ષ ની સજા તેમજ દરેક ને રુપિયા પંદરસો પંદરસો નો દંડ કર્યો અને જો દંડ ન ભરે તો વધુ આઠ મહિના ની સજા કરતો હુકમ કર્યો હતો,.


જ્યારે સામા પક્ષે નાથાભાઈ ડાયાભાઇ વઘેરા એ જીતેશભાઇ ધનજીભાઈ રાઠોડ ઉપર IPC,323.504.506(2) 135 મુજબ ની ફરીયાદ નોંધાવી હતી જેમાં બચાવ પક્ષના એડવોકેટ દિનેશ પાતર દ્વારા ધારદાર દલીલ કરાતાં નામદાર કોર્ટ દ્વારા જીતેશભાઇ ધનજીભાઈ રાઠોડ ને નિર્દોષ જાહેર કરી છોડી મુક્વા નો હુકમ કર્યો હતો,..

આ કામે એડવોકેટ તરીકે દિનેશ પાતર રોકાલ હતા,.

error: Content is protected !!