રાજકોટ ના ઉદ્યોગપતિ સામે એક જ પરિવાર ની ત્રણ બહેનો દ્વારા દોઢ કરોડ નો માનહાનિ નો દાવો:રીબડા ની જાહેર સભા નો મુદ્દો ફરી ધુણ્યો:વકીલ દ્વારા ઉદ્યોગપતિ ને નોટિસ.
મુળ રીબડા ના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયા સામે મુળ રીબડા ના અને હાલ રાજકોટ રહેતા હંસાબેન મણીરામ દેવમુરારી તથા તેમના બહેનો નિર્મળાબેન તથા ભાવનાબેને રુ.દોઢ કરોડ ની બદનક્ષી અંગે એડવોકેટ દિનેશભાઈ પાતર દ્વારા નોટિસ ફટકારતા વિધાનસભા ની ચુંટણી સમયે બહુચર્ચિત બનેલી રીબડા ની જાહેર સભા ફરી એકવાર ચર્ચા નો વિષય બની છે.
એડવોકેટ દિનેશભાઈ પાતરે નોટિસ મા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ સગપરીયા ને જણાવ્યુ કે ગત તા.૨૧\૧૨\૨૨ ના રીબડા મુકામે પુર્વ ધારાસભ્ય તથા ભાજપ દ્વારા જાહેર સભા રખાઇ હતી.જેમા આપે વક્તવ્ય મા જણાવેલુ કે રીબડા ના અનિરુધ્ધસિહ મહિપતસિંહ જાડેજાએ અમારા અસીલ ત્રણે બહેનો સાથે અજુગતુ વર્તન તથા બળજબરી કરાઇ હતી.આ અંગે આપના પિતાએ અનિરુધ્ધસિહ ના પિતા રીબડા ના સરપંચ મહિપતસિંહ ને ઠપકો આપ્યા નુ આપે વક્તવ્ય મા જણાવ્યુ હતુ.વધુ મા આપે એવુ જણાવેલ કે બાદ મા ત્રણેય બહેનો ને રાજકોટ પોતાના ઘરે લઈ ગયેલ અને ત્રણેય બહેનો ના લગ્ન કરાવી આપ્યા હતા.
આમ તદન પાયાવિહોણી તથા જુઠી વાત આપના વકતવ્ય મા કરી રાજકીય રાગદ્વેષ સહાનભુતિ મેળવવા નિમ્ન પ્રયત્ન કર્યા છે.જાહેર સભા મા આપે ત્રણેય બહેનો ના ચારિત્ર્ય અંગે ખોટી વાત કરી પોતાના પરિવાર, સગા સબંધિઓ તથા સમાજ મા નીચુ જોવા જેવુ લાંછનરુપ જીવન જીવવા ફરજ પાડેલ છે.વધુ મા ચારિત્ર્ય લક્ષી આક્ષેપો સાથે અનિરુધ્ધસિહ વિરુદ્ધ અપમાનજનક અને અસભ્ય શબ્દ પ્રયોગ કર્યો છે.
નોટિસ મળ્યે દિવસ સાત મા નુકશાની પેટે ત્રણેય બહેનો ને રુ.પચાસ લાખ લેખે રુ દોઢ કરોડ વળતર ચુકવવા તથા બીન શરતી માફી માગવા એડવોકેટ પાતર તરફ થી જણાવાયુ છે.