આઈ.ટી.આઈ ગોંડલ ખાતે વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોંડલ ખાતે હાલ નવા તાલીમ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આઈ.ટી.આઈ ગોંડલ ખાતે ધો.૮, ૧૦ અને ૧૨ પાસ શૈક્ષણિક લાયકાત પર વિવિધ ૧૯ કોર્ષની તાલીમ આપવામાં આવે છે. આ સાથે જ સી.એન.સી ઓપરેટર-ટર્નિંગ, ડ્રોન સર્વિસ ટેકનિશિયનનો કોર્ષ કરાવવામાં આવે છે.
આ માટે હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોય ઉમેદવારો ૨૫/૦૬/૨૦૨૩ સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે. જે માટે રજીસ્ટ્રેશન ફી રૂ. ૫૦ ઓનલાઈન ભરવાની રહેશે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા માટે https://itiadmission.gujarat.gov.in/ પર કરી શકાશે. પ્રવેશ ફોર્મ ભરવા માટે એસ.એસ.સી અથવા છેલ્લે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને ઇ-મેલ ફરજિયાત તેમજ લાગુ પડતું હોય તો ડોમીસાઈલ સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. પ્રવેશ માટેના ઓનલાઇન ફોર્મ ભરવા માટેની સુવિધા આઈ.ટી.આઈ ગોંડલ ખાતે પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે આઇ. ટી. આઇ., ગોંડલ એન.એચ.૨૭, ૬૬ કે.વી સબસ્ટેશન પાસે, ગોંડલનો સંપર્ક કરવા આચાર્યશ્રી આઈ.ટી.આઈ ગોંડલની યાદી દ્વારા જણાવાયું છે.