ગોંડલમાં કૌશલ્ય વિકાસના પ્રતિભાવાન વિધ્યાર્થીઓનો શિલ્ડ સાથે બહુમાન સમારંભ.
તાજેતરમાં ગોંડલ ખાતે વિધ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે વિવિધ વિષયો ના તજજ્ઞનો ની સેવાઓ લઈ 45 દિવસના વર્ગોનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગોંડલના યુનિટી ઈંગલીશ એકેડેમી તથા એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા કૌશલ્ય વિકાસની વિવિધ હરિફાઈઓનું આયોજન કરવામાં આવેલ. સ્પોકન ઈંગ્લીશ સહિતના આ વર્ગોમાં વિવિધ પ્રકારની પ્રતીયોગીતાઓ જેવી કે ડિબેટ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, વર્બ્સ ટેસ્ટ, વોકેબ્યુલરી ટેસ્ટ, હેન્ડરાઈટીંગ કોંમ્પીટીશનના પ્રતિભાવાન વિજેતાઓનું શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. જેમાં અતિથિ વિશેષ તરીકે ગોંડલના એચ.બી.વી. ઠકરાર મોમોરીયલ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ ઠકરાર તથા એડવોકેટ રવિરાજભાઈ ઠકરાર ની ઉપસ્થિતી વિશેષ રહી. આમંત્રીત મહેમાનોનું શબ્દો તથા વુક્ષરોપ આપી સ્વાગત કરવામાં આવેલ તેમજ પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું. આમંત્રિત મહેમાનો તરીકે એચ.બી.વી. ઠકરાર ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ક્રિષ્નાબેન પ્રકાશભાઈ ઠકરાર, દિશાબેન રવિરાજભાઈ ઠકરાર, યુનિટી કલાસીસ ના સુનિતાબેન ભાવિનભાઈ જોબનપુત્રા, એચ.બી.વી ઠકરાર ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી એડવોકેટ રવિરાજભાઈ ઠકરાર તથા યુનિટી કલાસીસ ના ભાવિનભાઈ જોબનપુત્રા દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ આપીને સન્માનીત કરવામાં આવેલ. બહુમાન સમારંભમાં પટેલ સ્ટુડિયોના રથીનભાઈ વાડોદરીયા તથા ક્રિષ્ના પ્રિંટ્સના કાર્તિકભાઈ વેકરીયાનો સહયોગ સાપડેલ.