ગોંડલનું બૃમ્હસેવા ટ્રસ્ટ દ્વારા ૧૨ મી અન્નપુર્ણા જોળી અર્પણ કરાઇ:જરૂરીયાતમંદ બ્રહ્મ પરીવારો માટે સરાહનીય સેવા.
છેલ્લા એક વર્ષ થી નબળા અને જરૂરીયાતમંદ બૃમ પરીવારો માટે સરાહનીય સેવા યજ્ઞ ચલાવી રહેલા બ્રહ્મસેવા ટ્રસ્ટ દ્વારા 12 મી અન્નપુર્ણા જોળી નો કાર્યક્રમ રામજીમંદિર ખાતે મહંત પુ. જેરમદાસજીબાપુ ની પ્રેરક ઉપસ્થિતિ મા રાખવામાં આવેલ હતો. જેમાં આર્થિક નબળી પરિસ્થિતિ વાળા બ્રહ્મ પરિવારો ને રાશનકીટ આપવા માં આવી હતી રાશનકીટ મા પાંચ કિલો લોટ,બબ્બે કિલો ચોખા,ખીચડી,તેમજ ખાંડ, એક કિલો મગદાળ,ચણાદાળ, તુવેરદાળ ઉપરાંત એક કિલો તેલ અને મરચું. ધાણાજીરું.હળદર. ચા.મીઠું વગેરે જીવન જરૂરિયાત ની વસ્તુઓ ટ્રસ્ટ દ્વારા આપવા માં આવી હતી.આ સેવા કાર્ય માં જેમાં શ્રી રામજી મંદિર ગોંડલ.તથા શ્રી મહિરજ બજરંગબલી ટ્રસ્ટ રીબડા અનિરુધ્ધસિંહ મહીપત સિંહ જાડેજા સહયોગી બન્યા હતા.આ પ્રસંગે બ્રહ્મસેવા ટ્રસ્ટ ના પ્રણેતા વિજયભાઈ ભટ્ટ,અજયભાઈ રાવલ, જેમીનભાઈ ભટ્ટ,કિશોરભાઈ દવે, યશવંતભાઈ રાવલ,પ્રવીણભાઈ પંડ્યા, ઘનશ્યામભાઈ પંડ્યા, રજનીભાઈ પંડ્યા,મહેશભાઈ પંડ્યા વગેરે ગોંડલ બ્રહ્મ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.વિજયભાઇ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા શહેર ના જરૂરીયાતમંદ બૃમ પરીવારો ને બ્રહ્મસેવા ટ્રસ્ટ તરફ થી દર મહીને રાશનકીટ ની સેવા અપાઇ રહી છે.