ગોંડલ માર્કેટ યાર્ડ સંકુલ ના રૂપિયા.૩ કરોડ ના ખર્ચે કરાયેલા નવીનીકરણ નુ લોકાર્પણ :અગ્રીમ ગણાતા યાર્ડ ની સુવિધાઓમા વધારો.
સૌરાષ્ટ્ર ગુજરાત ના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ મા કિશાનભવન ભોજનાલય,ગેસ્ટહાઉસ, ઓફિસ સંકુલ ના નવીનીકરણ સાથે આરોગ્ય કેન્દ્ર ની સુવીધા નુ લોકાર્પણ ઉપરાંત યાર્ડ ના વિકાસ માટે ખરીદાયેલી ૩૮ વિઘા જમીન મા નવા આધુનિક શેડ નુ ખાતમુહૂર્ત તા ૨૬ શુક્રવાર ના રાજ્ય ના કૃષીમંત્રી ના હસ્તે થનાર છે.
૧૯૫૬ માં સ્થપાયેલા માર્કેટ યાર્ડે ઉતરોતર પ્રગતિ કરી ગુજરાતભર મા અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
હાલ રુ ત્રણ કરોડ ના ખર્ચે કિશાનભવન ભોજનાલય, ગેસ્ટહાઉસ તથા ઓફિસ સંકુલ નુ આધુનિક નવીનીકરણ કરાયુ છે.
યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યુ કે યાર્ડ નુ ભોજનાલય સંપૂર્ણ વાતાનુકુલ બનાવાયુ છે.જેમા ખેડુતો ને રૂપિયા.’૩૫’ મા ભરપેટ સ્વાદિસ્ટ ભોજન અપાઇ રહ્યુ છે.યાર્ડ ના ગેસ્ટહાઉસ ને આધુનિક ઓપ આપી ૩૨ રૂમ સાથે સંપુર્ણ એરકંડીશન બનાવાયુ છે.અહી ખેડુતો ને વિનામુલ્યે આરામ માટે રુમ અપાય છે.તથા બહાર થી આવતા વેપારીઓ ને માત્ર ટોકન ભાવે રુમ અપાય છે.
પોતાનો માલ લઈ આવતા ખેડુતો ને અચાનક કોઈ બીમારી ઉદ્ભવે તો તુરંત આરોગ્યસેવા મળી રહે તેવા આરોગ્ય કેન્દ્ર નુ નિર્માણ કરાયુ છે.જે દરેક પ્રકાર ની આરોગ્ય સુવિધાઓ થી સજ્જ છે.ઉપરાંત મુખ્ય કાર્યાલય ને પણ આધુનિક ઓપ આપી તમામ કચેરીઓ સુવિધાઓ થી સજ્જ કરાઇ છે.ગોંડલ આજે ગુજરાતભર મા અગ્રીમ સ્થાન ધરાવતુ હોય અને બહાર ના રાજ્યો મા પણ ગોંડલ યાર્ડ ની નોંધ લેવાતી હોય ખાસ કરીને બહાર થી આવતા વેપારીઓ કે ખેડુતો ને માહીતી સાથે તમામ સુવિધાઓ મળી રહે તેવી ઉપલબ્ધી કરાઇ છે.
તેમણે જણાવ્યુ કે યાર્ડ ના નવા આધુનિક શેડ સાથે ઉતરોતર પ્રગતિ માટે ૩૮ વિઘા જમીન સંપાદિત કરાઇ છે.આગામી સમય મા કમ્પાઉન્ડ વોલ સહિત આધુનિક શેડ નુ નિર્માણ થશે.
શુક્રવાર તા.૨૬ સાંજે ચાર કલાકે યાર્ડ ના કીશાનભવન હોલ ખાતે રાજ્ય ના જગદીશભાઈ વિશ્ર્વકર્મા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ મા કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલ ના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે આ કાર્યક્રમ મા અતિથિપદે ગુ.રાજ્ય સ્ટેટ કો.ઓ.બેંક ના ચેરમેન અજયભાઈ પટેલ, ભરતભાઈ બોઘરા,સાંસદ રમેશભાઈ ધડુક, મોહનભાઈ કુંડારીયા,ધારાસભ્ય ગીતાબા જાડેજા,જયેશભાઇ રાદડીયા,જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા,જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી,નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,મગનભાઈ ઘોણીયા, કુરજીભાઈ ભાલાળા,ભાર્ગવભાઇ અંદિપરા,ચંદુભાઇ દુધાત્રા,ભગવાનજીભાઈ રામાણી સહિત ઉપસ્થિત રહેનાર છે.કાર્યક્રમ ને સફળ બનાવવા યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા,વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.