રાજકોટ જિલ્લા ના શાપર-વેરાવળ જી.આઈ.ડી.સી વિસ્તારના કારખાના નાં ગોડાઉનમાંથી ૧૫૬ બોટલ દારૂ પકડાયો : જય ચૌહાણની ધરપકડ.
રાજકોટ રૂરલ એલસીબીની ટીમે રૂ.૪૬ હજારનો દારૂ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી, આરોપીએ ગોડાઉન ભાડે રાખી દારૂ છુપાવ્યો હતો
શાપર -વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના ગોડાઉનમાંથી ૧૫૬ બોટલ દારૂ પકડાયો છે. જેમાં આરોપી જય ભરતભાઈ ચૌહાણ (વાળંદ) (ઉ.વ. ૩૫, રહે. વેરાવળ-શાપર, ગાયત્રીનગર)ની ધરપકડ કરાઈ છે. રાજકોટ રૂરલ એલસીબીની ટીમે રૂ.૪૬,૮૦૦નો દારૂ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ ગોડાઉન ભાડે રાખી દારૂ છુપાવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, એસપી જયપાલસિંહ રાઠોડએ દારૂ-જુગારની બદી નાબુદ કરવા ખાસ પ્રોહી.ડ્રાઈવ રાખી ડ્રાઈવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય રાજકોટ રૂરલ એલસીબીની ટીમ કામગીરીમાં હતી ત્યારે બાતમીના આધારે શાપર વેરાવળ મસ્કત ફાટક નજીક ટાવર પાસે શિવમ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આરોપીના કબ્જા-ભોગવટાના સેડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. એક મોબાઈલ ફોન અને દારૂ મળી ૪૬,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી દારૂ કોની પાસેથી લાવ્યો તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહીલ, ડી.જી.બડવા, જે.યુ.ગોહીલ, એ.એસ.આઈ.મહેશભાઈ જાની, રવિદેવભાઈ બારડ, હેડ કોન્સ. રોહીતભાઈ બકોત્રા, કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર, મનોજભાઈ બાયલ, ઘનશ્યામસિંહ જાડેજા સહિત નાં આ કાર્યવાહીમાં જોડાયેલા હતા.