ઘેલા સોમનાથ સહિત જસદણ-વિંછીયા તાલુકાની મુલાકાત લેતા કલેક્ટરશ્રી પ્રભવ જોષી.

કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ રાજકોટ જિલ્લાના જસદણ- વિંછીયા તાલુકાની મુલાકાત લીધી હતી. તેમજ તાલુકામાં થઈ રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી.

કલેકટરશ્રી જોષીએ વિંછીયાના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને આરોગ્યકર્મીઓ સાથે વાર્તાલાપ કરી્યો હતો. અને કેન્દ્રમાં ઉપલબ્ધ સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

ઉપરાંત તાલુકા અંતર્ગતના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સાથે બેઠક કરીને સ્થાનિક માંગણીઓ અને પ્રશ્નો અંગે જનપ્રતિનિધિઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી તેના નિરાકરણ માટે ચર્ચા કરી હતી. તેમણે વીરનગર પાસે તૈયાર થઈ રહેલા અમૃત સરોવરની પણ મુલાકાત લઈ સાઈટ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
પવિત્ર ઘેલો નદીનાં કિનારે વિંછીયા તાલુકાનાં સોમપીપળીયા ખાતે આવેલાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મંદિરને તંત્ર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે,

એ સંદર્ભમાં શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની પણ કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ મુલાકાત લીધી હતી. અને દર્શનાર્થીઓ માટેની વ્યવસ્થાઓ અને અન્ય વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી

તેમજ મંદિર પરિસરમાં આવેલ શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત ગૌ-શાળાની મુલાકાત લઈ વિવિધ સુચનો કર્યા હતાં. ઉપરાંત, કલેક્ટરશ્રીએ મંદિર ખાતે શ્રદ્ધાપૂર્વક દર્શન પૂજન પણ કર્યા હતાં.

રિપોર્ટર: પિયુષ વાજા :જસદણ

error: Content is protected !!