મેઇક ઇન ઇન્ડિયા” અંતર્ગત એડલ્ટ ડાયપર બનાવતી દેશની સૌથી મોટી કંપનીના ગોંડલ સ્થિત એકમની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ.

Loading

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી મેક ઇન ઈન્ડીયા દ્વારા પ્રેરિત પાન હેલ્થ પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રીશ્રી દર્શનાબેન જરદોશએ મુલાકાત લીધી હતી.

       

મંત્રીશ્રીએ પ્લાન્ટ તેમજ લેબોરેટરીની મુલાકાત લઈને સમગ્ર કામગીરી બારીકાઈપૂર્વક  નિહાળી હતી. કંપની દ્વારા ઉત્પાદિત બેબી ડાયપર, એડલ્ટ ડાયપર, સેનેટરી પેડ્સ અને વ્યક્તિગત સૌંદર્ય પ્રસાધનો અંગેની વિગતો મેળવી હતી. તેમજ ઓડીયો-વિઝયુઅલ માધ્યમથી તમામ કામગીરી દર્શાવતી ફિલ્મ નિહાળી હતી.

 

               આ કંપની સમગ્ર ભારતમાં એડલ્ટ ડાયપર બનાવવામાં મોખરે છે. ભારત સહિત અન્ય ૮ દેશો તેના ઉત્પાદનોનું વિશાળ બજાર ધરાવે છે. આ પ્લાન્ટ અત્યાધુનિક ટેક્નોલોજીથી સજજ છે. તમામ ઉત્પાદનોનું ક્વાલીટી ચેકીંગ અને લેબોરેટરી ચકાસણી કર્યા બાદ જ તેને વપરાશકર્તાઓ સુધી પહોંચાડવામાં આવે છે. મેઈક ઈન ઇન્ડિયાને ખરા અર્થમાં સાકાર કરતી પાન હેલ્થની ટીમ સ્વાસ્થ્યની સાથે કાપડ, સિમેન્ટ, સ્ટીલ, કૃષિ ખાદ્ય તેલ,પુન:પ્રાપ્ય ઊર્જા અને ટેકનિકલ ટેક્સટાઈલ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે.

               આ મુલાકાતમાં સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, પાન હેલ્થ કંપનીના ગૃપ ચેરમેન શ્રી મનસુખભાઈ પાન, મેનેજીંગ ડીરેક્ટર શ્રી ચિરાગ પાન,  ટેક્નિકલ ડાયરેક્ટર શ્રી અંબરભાઈ પટેલ તથા ટેક્નિકલ એડવાઇસર શ્રી અનિલ પટેલ સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!