ગોંડલ શહેરમાં ઓનલાઈન યંત્ર  જુગારનો વિડીયો થયો ફરી વાયરલ:યંત્ર વેચાણ ના બહાને લાખો રૂપિયા નો ધીકતો ધંધો પોલીસ અજાણ.. ??

ગોંડલ શહેરમાં છેલ્લા ધણા સમયથી કાયદો વ્યવસ્થા કથળી હોય પોલીસનો પણ કોઈ ડર ન હોય તેમ મારામારી ફાયરીંગ ખંડણી જેવી ધટના દિનપ્રતિદિન વધતી જતી જેમાં  ઓનલાઈન યંત્ર જુગાર નો પણ વધારો જોવા મળી રહ્યો છે થોડાસમય પહેલાં જ યંત્ર જુગાર નો વિડીયો વાઈરલ થતાં તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો ફરી જુગાર નો  ધમધમાટ શરૂ થયો છે જેમાં નાના અને મધ્યમ વગૅ ના લોકો એક ના દશ લેવાની લાઈમાં વ્યાજ ના વિષચક્ર માં આવી જતાં હોયછે અને અંતે ધર બાર વિહોણા થાય જેમને ધ્યાન માં લઈને આ યંત્ર જુગાર બંધ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વિવિધ વિસ્તારમાં  દુકાન ભાડે રાખી સરાજાહેર દુકાન ની અંદર  કોમ્પ્યુટર ઉપર   યંત્ર નામની ઓનલાઇન જુગાર રમાડવામાં આવી રહ્યો છે.આ જુગારમાં એક ના દસ ગણા ભાવ ની લાલચમાં યુવાધન અને મજૂર વર્ગ પોતાના પરસેવા ના રૂપિયા આ યંત્ર ગેમમાં  હારજીત નો જુગાર રમી બરબાદ થઈ રહ્યા છે જે અંગે નો અગાઉ પણ ગોડલ માં આ જુગાર ગેમ રમાડતાં હોવાનો વીડિયો સોસીયલ મીડિયા માં વાઇરલ થયા બાદ તંત્ર સફાળુ જાગી બંધ કરાવ્યો હતો આજે ફરી  ગોડલમા યંત્ર વેચાણ ની આડમાં ઓનલાઈન ગેમનો જુગાર રમાતો હોવાનો વિડિયો સોશિયલ મીડીયા માં ફરી વાયરલ થતાં તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે તો બીજી બાજુ જુના યાડૅની અંદર  દુકાન ભાડે  રાખી  ઓનલાઈન યંત્ર નો જુગાર ધમધમી રહ્યો હોવાની બુમ ઉઠવા પામી છે
આ જુગાર નાના તેમજ મધ્યમ વર્ગના લોકો તાત્કાલિક રૂપિયા વાળા થઈ જવાની લાઈમા જુગાર ના રવાડે ચડી જતાં હોય છે અને છેલ્લે મોટી રકમ હારી જતાં અવળે પાટે ચડીને પરિવાર પણ મુશ્કેલી મુકાઈ જાય છે અંતે વ્યાજ ના વિષચક્ર ફસાઈ જતાં બરબાદી તરફ આગળ વધતા હોય છે જેથી અનેક પરિવાર આ તરફ ન જાય તેમને ધ્યાન માં રાખી તંત્ર દ્વારા આ જુગાર બંધ કરવા જરૂરી બન્યા છે સાથે સાથે એજન્સી દ્વારા નોટિસ બોડૅ મારી યંત્ર નુ વેચાણ થતું હોય તેવાં આભાસ ઉભા કરી તંત્ર ને પણ ગેરમાર્ગે દોરતા હોય છે જેથી પોલીસ ભય વગર લોકો ખુલીને રમી શકે પોલીસ અધિકક્ષક ના જહેરનામાનુ પણ ખુલ્લેઆમ ભંગ થતું હોય તાત્કાલિક ધોરણે આ યંત્ર જુગાર બંધ કરાવી દુકાન તેમજ જુગાર ઉપર રેડ કરી કાયદાનું ભાન કરવામાં આવે એજન્સી નામના બહાને યંત્ર નુ વેચાણ કરી કાયદાના ભય વગર બોલી રહ્યા છે કે આ જુગાર બંધ કરવા શકે એ કીસીમે દમ નહી તંત્ર હમશે હે ઓર હમ યંત્ર શે તેવુ ખુલ્લુ બોલી પોલીસ તંત્ર ને પણ પડકાર ફેકી રહ્યા છે જેમને લઈને ફરી વિડિયો વાઈરલ થતાં પોલીસ કામગીરી સામે અનેક સવાલો લોકોમાંથી ઉઠવા પામ્યા છે.
error: Content is protected !!