ગોંડલમાં વ્યક્તિત્વ વિકાસ માટે જ્ઞાનવર્ધક તથા કૌશલ્ય વિકાસની વિવિધ હરિફાઈઓના આયોજનમાં તેજસ્વી વિધ્યાર્થીઓનો સન્માન સમારંભ.
તાજેતરમાં ગોંડલના યુનિટી ઈંગલીશ એકેડેમી તથા એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા વ્યક્તિત્વ વિકાસ માટે જ્ઞાનવર્ધક તથા કૌશલ્ય વિકાસની વિવિધ હરિફાઈઓનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ પ્રતીયોગીતાઓ જેવી કે ડિબેટ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, વર્બ્સ ટેસ્ટ, વોકેબ્યુલરી ટેસ્ટ, હેન્ડરાઈટીંગ કોંમ્પીટીશનના વિજેતાઓનું સન્માન કરવામાં આવેલ. જેમાં અતિથિ વિશેષ તરીકે ગોંડલ એચ.બી.વી. ઠકરાર ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ ઠકરાર ની ઉપસ્થિતી વિશેષ રહી.
આમંત્રીત મહેમાનોનું શબ્દો તથા વુક્ષરોપ આપી સ્વાગત કરવામાં આવેલ તેમજ પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું. ગોંડલના હિરેનભાઈ સોઢા ની પ્રેરણાથી જાસ ક્મ્પનીના પરફ્યુમ દરેક વિદ્યાર્થીઓને ભેંટ આપવામાં આવેલ. આમંત્રિત મહેમાનો તરીકે એચ.બી.વી. ઠકરાર ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ક્રિષ્ના બેન પ્રકાશભાઈ ઠકરાર, દિશાબેન રવિરાજભાઈ ઠકરાર, યુનિટી કલાસીસ ના સુનિતાબેન ભાવિનભાઈ જોબનપુત્રા, એચ.બી.વી ઠકરાર ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી એડવોકેટ રવિરાજભાઈ ઠકરાર તથા યુનિટી કલાસીસ ના ભાવિનભાઈ જોબનપુત્રા દ્વારા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ, પુસ્તક, પરફ્યુમ તથા પેન આપીને સન્માનીત કરવામાં આવેલ.