ગોંડલ સબ જેલમાં કેદીને મળવા આવેલ સ્ત્રીએ દવા પી લેતા દોડધામ.

Loading

ગોંડલ સબ જેલમાં કેદીની મુલાકાતે આવેલી અજાણી મહિલાએ ઝેરી દવા ગટગટાવી; પોલીસ કર્મચારીઓએ તાકીદે મહિલાને હોસ્પિટલ ખસેડી જાણવા મળતી વિગતો મુજબ, વોરાકોટડા રોડ પર આવેલી સબ જેલના જેલર મશરૂભાઈ ગમારાએ જણાવ્યું હતું કે, સવારે પોણા અગ્યાર વાગ્યાના સુમારે કોઈ અજાણી મહિલા કેદીને મળવા માટે આવી હતી.

ત્યાં ગેટ પર ફરજ પરના કોન્સ્ટેબલ મેહુલસિંહ વાળાએ આધાર કાર્ડ માંગતા અજાણી મહિલાએ આધાર કાર્ડ ઝેરોક્ષ કરાવીને લાવું છું તેવું કહી કંપાઉન્ડમાં પહોંચી હતી. જ્યાં તેણીએ સાથે લાવેલી ઝેરની બોટલ પી લેતા તે ઉલટી કરવા લાગતા પોલીસ કર્મચારીઓ દોડી ગયા હતાઅને જેલની ગાડીમાં જ મહિલાને સરકારી હોસ્પિટલે ખસેડી હતી. જ્યાં તેની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.ક્યાં કારણોસર ઝેરી દવા પીધી છે તે અંગે ની વધુ તપાસ પોલીસ કરી રહી છે

error: Content is protected !!