ગોંડલ માં માતા પુત્ર એ ઝેર ના પારખા કરતા બન્ને નાં મોત:પુત્ર કેન્સર ની બીમારી ને લઈ ને ડિપ્રેશન મા હતો.

ગોંડલ શહેર ના ગાયત્રી નગર મા રહેતા માતા પુત્ર એ વહેલી સવારે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન બન્ને ના મોત નિપજતા ગમગીની છવાઇ હતી.આપઘાત નુ કારણ જાણવા મળ્યુ નથી.
પ્રાપ્ત વિગત મુજબ ત્રણ ખુણીયા ગાયત્રી નગર મા રહેતા વિનોદચંદ્ર જેરામભાઈ પીઠવા ના પત્નિ ભારતીબેન ઉ.૭૦ તથા પુત્ર મિરાજ ઉ.૩૦ વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ડો.સુખવાલા હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમ્યાન પ્રથમ પુત્ર મિરાજે અને બાદ મા માતા ભારતીબેને દમ તોડી દેતા પરીવાર હતપ્રત બનવા પામ્યો હતો.


વિનોદચંદ્ર નાં જણાવ્યા અનુસાર પોતે પત્નિ તથા પુત્ર દરરોજ સવારે ગરમ પાણી મા આમળા ના જ્યુસ નુ સેવન કરતા હોય રોજીંદા ક્રમ મુજબ વહેલી સવારે પોતે ઉઠી જ્યુસ પીને ઘર ની અગાસી પર લટાર મારવા ગયા હતા.થોડીવાર બાદ નીચે ઉતરીને જોતા પત્નિ ભારતીબેન જમીન પર ફસડાયેલી હાલત મા હતા.અને મોઢા માથી ફીણ નિકળતુ હોય પુત્ર મિરાજ ને અવાજ કરતા તે દોડી આવ્યો હતો.પરંતુ મિરાજ પણ લથડીયા ખાતો હોય તે પણ બેશુધ્ધ થઈ જતા વિનોદચંદ્ર ગભરાઇ ગયા હતા અને દેકારો કરતા પાડોશીઓ એકઠા થઈ જતા માતા પુત્ર ને હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સવારે દશ કલાકે મિરાજે દમ તોડ્યો હતો બાદ મા સાંજે માતા ભારતીબેને પણ પુત્ર પાછળ આંખો મીચી લેતા કરુણતા સર્જાઇ હતી.
વિનોદચંદ્ર પરીવાર સાથે આફ્રીકા ના દારેસલામ રહેતા હતા અને ત્યા ચાઇનીઝ વસ્તુઓ નુ માર્કેટિંગ કરતા હતા.છેલ્લા પાંચ વર્ષ થી વતન ગોંડલ પરત ફર્યા હતા.
મિરાજે ધોરણ બાર સુધી નો અભ્યાસ આફ્રિકા કર્યો હતો.ભારત મા પરત ફર્યા બાદ પુના કોલેજ મા થોડો સમય અભ્યાસ કર્યો હતો.દરમિયાન તેને કેન્સર ની બીમારી થતા તેની સારવાર ચાલુ હતી પરંતુ બિમારી ને કારણે સતત ડિપ્રેશન મા રહેતો હોય માતા પિતા મિરાજ માટે ચિંતિત રહેતા હતા.સવારે ગરમ પાણી સાથે આમળા ના જ્યુસ ને બદલે માતા પુત્ર એ ઝેર ના પારખા કરતા બન્ને ના મોત નિપજ્યા હતા.વિનોદચંદ્ર ને સંતાન મા એક માત્ર મિરાજ હતો અને અપરણીત હતો.પત્નિ અને પુત્ર ની અકળ વિદાય ના પગલે વિનોદચંદ્ર હતપ્રત બન્યા હતા.
બનાવ અંગે સીટી પોલીસ ના એમ.એન.વાળા એ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!