ગોંડલના દેરડી(કુંભાજી) ગામે ગંભીર બિમાર પટેલ યુવકને સહાય કરતા રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા.

ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) કિડની અને લિવરની તકલીફને કારણે ગંભીર બીમારીમાં સપડાયેલ પટેલ યુવકને તાત્કાલિક રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજાએ સહાય કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

(રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજા)

બનાવની વિગતો મુજબ દેરડી(કુંભાજી) ગામે રહેતા કેતનભાઈ વાલજીભાઈ કાછડીયા ઉ.વ.42 નામના પટેલ યુવકની બંને કિડની ફેઈલ થવાની સાથે લીવર પણ જોઈએ તેવું સાથ આપતું ન હતું.સંતાનમાં 6 વર્ષના પુત્ર ધરાવતા કેતનભાઈ કાછડીયા પોતાના પરિવારમાં એક માત્ર કરાવનાર હતા.પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી જરૂરી સારવાર લઈ શકતા ન હતા.જેમને કારણે તેઓ ગંભીર બિમારી સાથે બેભાન થઈ જવા પામ્યા હતા.

 

આ સાથે જ સગા સબંધીઓએ તેમને વડોદરા સારવાર અર્થે ખસેડાયા હતા.આ લેઉવા પટેલ પરિવાર પર આવી પડેલ ઓચિંતી આફતની ઘટનાને સેવાભાવી લોકો દ્વારા “સાથી હાથ બઢાના” સાથે સોશિયલ મિડીયામાં વાયરલ કરવામાં આવી હતી.સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ અને આર્થિક સંડામણ ભોગવતા પટેલ પરિવારની આ ઘટના રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ મહિપતસિંહજી જાડેજાને ધ્યાને આવતા તેમણે તાત્કાલિક દેરડી(કુંભાજી) ગામે બિમારીમાં સપડાયેલ કાછડીયા પરિવારનો સંપર્ક કર્યો હતો.અને વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવેલ કેતનભાઈ વાલજીભાઈ કાછડીયાની સારવાર માટે હોસ્પિટલમાં સીધા જ રૂપિયા એક લાખ જમા કરાવ્યા હતા.બાદમાં હોસ્પિટલ ખાતે દર્દીની સાથે રહેલા પટેલ યુવકના કુટુંબીજનોને દર્દીની સારવારમાં કોઈ કમી રાખતા નહી અને રૂપિયાની પણ ચિંતા ન કરતાનું અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા જણાવેલ હતું.જેમને લઈને લેઉવા પટેલ સમાજના કેતનભાઈ વાલજીભાઈ કાછડીયાને તબીબોએ મહામહેનતે નવજીવન આપીને હોસ્પિટલમાંથી રજા આપી છે.ત્યારે પટેલ પરિવાર પર આવી પડેલ આફતની સાથે પરિવારનો માળો વિખેરાતા બચી જવા પામ્યો છે.જેમને લઈને દેરડી(કુંભાજી) ગામના કાછડીયા પરિવારે રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ મહિપતસિંહજી જાડેજાનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!