દેશમાં કોરોનાના કેસ ૨૨ લાખને પાર, ૪૪ હજારથી વધુ લોકોના મોત –
ભારતમાં કોરોના વાયરસના કેસ ૨૨ લાખને પાર થઇ ગયા છે અને ૪૪ હજારથી વધુ લોકોના મોત પણ થયા છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો ૬૨,૦૬૪ નવા કેસ સામે આવ્યા છે અને ૧૦૦૭ લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોના વાયરસના સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા ૧૫ લાખને પાર પહોચી ગઇ છે. સંક્રમણ હજુ પણ ૧૦ રાજ્યોમાં કેન્દ્રિત છે, જેની કોરોના વાયરસના નવા કેસમાં ૮૦%થી વધુની ભાગીદારી છે.
આ પહેલા રવિવારે ૬૪ હજાર નવા કેસ સામે આવ્યા હતા અને ૮૬૧ લોકોના મોત થયા હતા. છેલ્લા કેટલાક દિવસના આંકડા પર નજર નાખીએ તો રવિવાર પહેલા શનિવારે ૨૪ કલાકમાં ૬૧,૫૩૭ નવા કેસ સામે આવ્યા છે અને ૯૩૩ લોકોના મોત થયા છે.
ઝારખંડનું મુખ્યમંત્રી આવાસ કોરોનાનો હૉટસ્પોટ બનતો જઇ રહ્યો છે. સીએમ આવાસમાં અત્યાર સુધી લગભગ ૧૦૦ લોકો કોરોના સંક્રમિત થયા છે. મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેમના પરિવારનો બે વખત કોરોના ટેસ્ટ થઇ ચુક્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના આંકડા અનુસાર દેશમાં મિઝોરમ એકમાત્ર એવુ રાજ્ય છે જ્યા કોરોનાથી હજુ સુધી એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી.
224 thoughts on “દેશમાં કોરોનાના કેસ ૨૨ લાખને પાર, ૪૪ હજારથી વધુ લોકોના મોત – ”
Comments are closed.