રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં વંદના કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ જીત હાસિલ કરી.

ગત તારીખ : 30 એપ્રિલ થી ૧ મેં એ ભાવનગર ખાતે ઓલ ઇન્ડિયા વાડો-કાઈ કરાટે ડો. એસોસિયન દ્વારા રાજ્ય કક્ષાનું કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરમાંથી 600 થી વધુ ખેલાડીઓએ જુદ-જુદા વજન અને ઉંમરની કેટેગરીમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગોંડલ અને રાજકોટમાં ચાલતા વંદના કરાટે એકેડમીના 35 જેટલા બાળકોએ ભાગ લીધો હતો

જેમાં હિતાર્થ નિર્મળ. જીયાન ડોબરીયા. આર્યન સુથાર. કાવ્ય ડોબરીયા. કેવલ સચદેવ. ધ્યેય સિનોજીયા. જીલ રૈયાણી. સમર્થ સોલંકી. યુગ પાંભર. ગૌતમ મકવાણા. વરૂણ ધંધુકિયા. યુવરાજસિંહ જાડેજા. બાલાજી માને. ધ્વજ ધામેલીયા. હેત ચાંગાણી. પૂજન કાંકરેચા. સત્યજીત ડાંગર. પાર્થ રાજસિંહ રાયજાદા. જયવીર સિંહ જાડેજા. જયપાલસિંહ ઝાલા. રાઠોડ નિવ. દિનેશ દેવાસી. શ્રીયા રૈયાણી. દેવાંશી નિર્મળ. વિરાલી વેરેલા. અક્ષદા તાયડે. ધનવી કાંકરેચા.રિધ્ઘિ છેલાવડા. પૂજા બરવાડીયા. ઈશા ચંદરાણા.

આ બધા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં કાતા અને ફાઈટમાં 1st .2nd 3rd. રેન્ક મેળવી વંદના કરાટે એકેડેમી સંસ્થાના કરાટે કોચ સૅનસઈ જીક્ષેશ સર ગોરી અને ધવલ સર ગોરી તેમજ માત પિતાનું અને તેમના પરિજનોનું નામ રોશન કર્યું છે અને આગામી દિવસોમાં નેશનલ લેવલની  કરાટે સ્પર્ધામાં ખુબ સારી રીતે સ્થાન મેળવ્યું છે

તેમજ આ બધાને આપણા લોકલાડીલા સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય ગીતા બા જાડેજા અને ગણેશભાઈ જાડેજા તેમજ યુવા ભાજપ મહામંત્રી જીગરભાઈ સાટોડીયા દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવી અને ભવિષ્યમાં સમગ્ર ગુજરાતનું નામ રોશન કરે તેવા સુભાષીશ આપવામાં આવ્યા હતા.

error: Content is protected !!