ધોરણ 12 સાયન્સમાં ગંગોત્રી સ્કૂલ નું ધમાકેદાર પરિણામ.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ-12 સાયન્સ નાં પરિણામ માં ગંગોત્રી સ્કૂલ નો દબદબો યથાવત રહ્યો છે. ધોરણ -12 સાયન્સમાં મકવાણા જય ભરતભાઇ ગુજરાત બોર્ડ માં કુલ 650 ગુણ માંથી 588 ગુણ સાથે 99.98PR મેળવી ગુજરાત બોર્ડમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે.તથા ગુજસેટ માં 99.76PR મેળવેલ. તેમજ દાવડા કૃતિ રૂપેશભાઈએ 98.59PR સાથે સ્કૂલમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી શ્રેષ્ઠ પરિણામો લાવી સ્કૂલ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
તથા JEE MAIN Resutls માં ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કુલનો વિદ્યાર્થી સાટોડિયા ઓમ NTA Score 99.48 PR સાથે ગોંડલ કેન્દ્રમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ .જે બદલ ગંગોત્રી સ્કૂલ ના ફાઉન્ડર અને ચેરમેન સંદીપભાઈ છોટાળા અને પ્રિન્સીપાલ શ્રીમતી કિરણબેન છોટાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓને મોઢુ મીઠું કરાવીને શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ શુભકામના પાઠવેલ.તથા દરેક શિક્ષક મિત્રો ને પણ શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ શુભકામના પાઠવેલ અને આ ધમાકેદાર પરિણામ ની સ્કૂલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.