ગોંડલ નગરપાલીકા દ્વારા શહેરભર મા ડીમોલેશન:શાક માર્કેટ ખુલ્લી કરાઇ:ફુટપાથો ખુલ્લી થઈ.

ગોંડલ નગર પાલીકા દ્વારા આજે સેન્ટ્રલ સીનેમા ચોક,માંડવીચોક, શાક માર્કેટ, કડીયાલાઇન સહિત ડીમોલેશન હાથ ધરી ફુટપાથો પર ના દબાણો હટાવાયા હતા.

શાક માર્કેટ મા કરાયેલા આડેધડ દબાણો પર બુલડોઝર ફરી વળતા શાક માર્કેટ ખુલ્લી થઈ હતી.વરસો થી ખડકાયેલા દબાણો દુર થતા પહોળા રસ્તા,અને બેનમુન નગર રચના સાથે નુ મુળભુત ગોંડલ દ્રષ્ટિ માન થયુ હતુ.

આજે સવારે નગર પાલીકા ના ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ, સેનિટેશન વિભાગ ના કેતન મકવાણા સહિત સુપરવાઈઝરો અને મજુરો, જેસીબી,ઉપરાંત પીઆઇ શાંગાડા,ત્રણ પીએસઆઇ અને પોલીસ કાફલા સાથે સેન્ટ્રલ સીનેમા ચોક અને માંડવીચોક મા ડીમોલેશન શરુ કરી દુકાનો આગળ કરાયેલા પાકા ઓટલા,છાપરા સહિત ના દબાણો દુર કરાયા હતા. દબાણો માટે કુખ્યાત બનેલી શહેર ની મુખ્ય શાક માર્કેટ મા મેગા ડીમોલેશન હાથ ધરી સાઇઠ જેટલા પાકા ઓટલા ,છાપરા તોડી પડાતા વરસો થી સાંકડી બનેલી શાક માર્કેટ ખુલ્લી થવા પામી હતી.ફુટપાથો પર વેપારીઓ એ કરેલા દબાણો હટાવી ફરી દબાણ નહી કરવા પનીસમેન્ટ અપાઇ હતી.

કોર્ટ ની આસપાસ ખડકાયેલી કેબીનો પણ હટાવાઇ હતી.કૈલાશબાગ રોડ પર ફુટપાથો ના દબાણો દુર કરાયા હતા.નગર પાલીકા ની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન માંડવીચોક, કડીયાલાઇન, કોર્ટ વિસ્તાર,કૈલાશ બાગ રોડ સહિત રાજમાર્ગોપર ના કુલ ૭૭ દબાણો તથા બસસ્ટેન્ડ થી ત્રણ ખુણીયા સુધી ના માર્ગ પર થી ૩૦ દબાણો હટાવાયા હતા.

અલબત્ત ડીમોલેશન ની જાહેરાત બાદ મોટાભાગે વેપારીઓ એ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લીધા હોય તંત્ર ને જાજુ કષ્ટ પડયુ નથી.
ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસે જણાવ્યુ કે ડીમોલેશન હજુ બે કે ત્રણ દિવસ ચાલશે.શહેરભર મા કરાયેલા દબાણો દુર કરાશે.તેમણે કહ્યુ કે ફરીવાર દબાણો ખડકાઈ ના જાય તે માટે તંત્ર સતત એલર્ટ રહેશે.વારંવાર દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે

error: Content is protected !!