ગોંડલ કોંગ્રેસે માવઠા નાં કારણે ખેડૂતોની જણસી પલળી જતા આવેદનપત્ર આપવામાં આવ્યું.
યાર્ડમાં રાખેલ ખેડૂતોની જણસી બેજવાબદાર સતાધીશો નાં કારણે પલળી હોવાનો આવેદનત્રમાં આક્ષેપ કર્યો.
ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા અને હોદેદારો દ્વારા કમોસમી વરસાદ નાં કારણે યાર્ડ માં ખેડૂતોની લાખો રૂપિયાની જણસી પલળી ગયેલ હોય જે માટે યાર્ડ નાં સતાધીશો ને જવાબદાર ઠેરવી જિલ્લા કલેકટર ને આવેદનત્ર આપવામાં આવ્યું હતું
ગોંડલ શહેરમાં કમોસમી વરસાદના કારણે માર્કેટીંગ યાર્ડ (APMC)માં પડેલ ખેડૂતોના કરોડો રૂપિયાની જણસી પલળી જવા પામેલ છે. થોડા દિવસો પહેલા જ હવામાન વિભાગની વરસાદ પડવાની આગાહી હોવા છતા ગોંડલ માર્કેટીંગ યાર્ડના બેજવાબદાર સતાધીશોએ કોઈ પણ જાતની ગંભીરતા રાખ્યા વગર કાળજી રાખી ન હોવાથી વરસાદથી બહોળા પ્રમાણમાં નુકશાની થઈ છે, થોડા સમય પહેલા માર્કેટીંગ યાર્ડમાં લાગેલ આગને કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના મરચા સળગી
ગયા હતા, ત્યારબાદ ખેડૂતોને બીજો મરણતોલ ઘા માર્કેટીંગ યાર્ડના બેજવાબદાર અને ચાપલુસીયા શાસકના કારણે થવા પામેલ છે. ખેડૂતોને અગાઉની નુકશાનીનું વળતર હજુ ચૂકવેલ ન હોય તેનો વિમો શાસકોની બેદરકારીને કારણે ખેડૂતોને હજુ મળેલ ન હોય જેથી તાત્કાલીક અસરથી ખેડૂત વિરોધી અને ચાપલુસીયાવથી ભરેલ ગોંડલ માર્કેટીંગ યાર્ડની સમસ્ત બોડીને ડિસ્કોલીફાય કરી વહીવટદાર નિમી ગંભીર પગલા ભરવા ગોંડલ શહેર કોંગ્રેસ સમિતિ આ આવેદન પાઠવી રહી છે.
ગોંડલ માર્કેટીંગ યાર્ડના શાસકોએ ચાપલુસીની હદ વટાવી અને ધારાસભ્યના સુપુત્ર માટે ગોંડલ માર્કેટીંગ થાર્ડમાં કરોડોના ખર્ચે ઓફીસ બનાવી આપેલ છે તેમજ અલગથી તેનો આવવા–જવાનો રસ્તો પણ બનાવી આપેલ છે જે વ્યકિત ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કોઈ પણ જાતનો હોદો ધરાવતા ન હોવા છતા પણ માત્ર ચાપલુસીની તમામ સીમાઓ વટાવી જાવા માટે ખેડૂતોના કરોડો રૂપિયાનું આંધણ હાલના સતાધીશોએ કરેલ છે પરંતું ખેડૂતોની જણસી પલળી ન જાય તે માટે છાપરા કરવાનું કામ આ શાસકોને હજુ સુધી યાદ આવતું નથી.