ગોંડલ રીબડાના ભામાશા અનિરૂધ્ધસિંહ જાડેજાનું પિતા વગરની દિકરીને કરીયાવરનું દાન.
ગોંડલના માજી ધારાસભ્ય સ્વ.શ્રી મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજાના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા-રીબડા દ્વારા છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સો,ગાયોને ઘાસચારો,વિવિધ સમાજના લોકોના સમાજ,મંદિરો,અને જરૂરિયાત મંદોને દાન આપીને આર્થિક સહાય કરવામાં આવી રહી છે.શ્રી મહિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ-રીબડા દ્વારા સામાજિક સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે.રીબડાના ભામાશા અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા દ્વારા લાખો રૂપિયાનું દાન કરીને સમાજને એક અનોખો રાહ બતાવ્યો છે.
ત્યારે વધુ એક પિતા વિનાના દિકરીને કરીયાર આપીને અનોખુ દાન કર્યુ છે.અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા પિતા વિનાની દિકરીને સોનાનું પેંડલ,પાનેતર સહિત 195 વસ્તુઓનું કરીયાર તરીકેનું દાન આપેલ છે.કરીયાવરનું દાન તેમના મોટા દિકરા શક્તિસિંહ જાડેજાના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.આ સાથે જ સમાજને એક અનોખો સેવા કાર્યનો રાહ બતાવ્યો છે…