સરદાર પટેલ સોશ્યલ ગૃપ-ગોંડલ દ્વારા પ્રેમનું પાનેતર લેઉવા પટેલ સમૂહ લોત્સવનું આયોજન.
૩૦ એપ્રીલ ૨૦૨૩નાં રોજ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ ખાતે આયોજન
સરદાર પટેલ સોશ્યલ ગૃપ-ગોંડલ દ્વારા
પ્રેમનું પાનેતર લેઉવા પટેલ સમૂહ લોત્સવનું આયોજન ૩૦ એપ્રીલ ૨૦૨૩નાં રોજ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ૩૧ નવોદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે, આપણા આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓએ માણસની જીવનયાત્રાને સોળ સંસ્કારોના માધ્યમથી જુદા જુદા ૧૬ ભાગમાં વિભાજીત કરી છે, આ સોળ સંસ્કાર પૈકીનો પંદરમો સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર, જીવની જેમ જતન કરીને ઉછેરેલી દીકરીને પિતા પ્રેમનું પાનેતર પહેરાવીને પારકા ઘરે વળાવે અને દીકરી માતા-પિતાના સંસ્કારોની સુવાસથી એ પારકા ઘરને મહેકાવીને પોતાનું બનાવે, શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ – ગોંડલ દ્વારા આયોજીત આ સમૂહલગ્નમાં જોડાયેલી તમામ દીકરીઓ ખૂબ નસીબદાર છે કારણકે અહીંયા એમને જન્મદાતાની સાથે સમાજના આદરણીય મહાનુભાવોના પિતાતુલ્ય પ્રેમનો સથવારો મળશે, તમામ નવદંપતીઓનું દાંપત્યજીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે એવી શુભેચ્છાઓ સાથે આ તકે
જયરામદાસબાપુ મહંતશ્રી, રામજી મંદિર, ગોંડલ પૂ. સીતારામબાપુ – વડવાળી જગ્યા, ગોંડલ
પૂ. ડો. રવિંદર્શનજી મહારાજ – ભુવનેશ્વરી મંદિર, ગોંડલ પૂ. સસ્તુ સ્વામી – શ્રી સ્વામિ. મંદિર, નાની બજાર પૂ. શ્રીહરી સ્વામી – કામંજન મંદિ, ભોજપરા હાઇવે રમેશાનંદગીરી – ખેતરવાળા મેલડી માતાજી મંદિર, કુ. ચંદુબાપુ – મામાદેવ મંદિર સંસ્થાન, પૂ. રાજબાપુ – તોર કોશી હનુમાનજી,
પુ. અતુલબાપુ – નૃસિંહ મંદિર . ચંદુબાપુ અગ્રાવત અક્ષવાળા, પૂ. શ્રી ચંદુભાઈ પટેલ – ગાયત્રી પરિવાર, ગોંડલ પૂ. રામદાસબાપુ – લાલદાસબાપુ અન્નક્ષેત્ર, પૂ. બાલક દસ બાપુ · ભૂરા બાવા નો ચોરો, પૂ. મહંતશ્રી ભરતબાપુ- વડવાળી જગ્યા વાળાઓ હાજર રહી આશીર્વચન પાઠવશે અને સૌરાષ્ટ્ર ગુજરાત વરના સમાજના આગેવાનો સત્તાધીશો સદાધિકારીઓ હાજર રહેશે કાર્યક્રમને સફળ બનાવવા સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે સંસદ રમેશભાઈ ધડુક ઉદ્યોગપતિ ધનસુખભાઈ નંદાણીયા સહિતના સમાજના આગેવાનો દ્વારા કરિયાવર માટે લાખેણા રૂપિયા નું અનુદાન આપવામાં આવ્યું છે કન્યાઓ અને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના પલંગ ગાદલા કબાટ સહિતનો કરિયાવર આપવામાં આવનાર છે.