જામકંડોરણા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટની યદુનંદન ઈલેવનનો વિજય : રાજશક્તિ રીબડા 92 રન સાથે રનર્સ અપ.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ગૌલોકવાસ ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય અને માજી મંત્રી જયેશભાઈ રાદડીયાના સહયોગથી ક્રિકેટ ગ્રુપ જામકંડોરણા દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી 64 ટીમોએ ભાગ લીધો હતો.
ત્યારે કુલ 12 ઓવરના મેચ સાથે આ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચ રાજકોટની યદુનંદન ઈલેવન અને રીબડાની રાજશક્તિ ટીમ વચ્ચે યોજાયો હતો.
જેમાં યદુનંદન ટીમે ટોર્સ હારીને પ્રથમ દાવ લીધો હતો.જેમાં યદુનંદન ટીમે 115 રન બનાવ્યા હતા.જેમની સામે રાજશક્તિ રીબડાની ટીમના 6 વિકેટ 92 રનના સ્કોર સાથે 23 રનથી હાર થવા પામી હતી.
જેમને લઈને જામકંડોરણા ખાતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં યોજાયેલ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં યદુનંદન ઈલેવન રાજકોટના વિજય અને સેકન્ડ રનર્સ અપ તરીકે રાજશક્તિ રીબડાનો વિજય થતા તેમને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા,રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાના હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.