પ્રયાગરાજમાં માફીયા અતીક અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી નાખી.

Loading

અતીક અહમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસ દાડી પર હુમલો થયો છે. પોલીસની ગાડી પર ફાયરીંગ થયું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થઈ ગયું છે

પ્રયાગરાજ: અતીક અહમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસ દાડી પર હુમલો થયો છે. પોલીસની ગાડી પર ફાયરીંગ થયું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થઈ ગયું છે.

અતીક અહમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસની ગાડી પર હુમલો થયો છે. પોલીસની ગાડી પર ફાયરીંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અતીક અને અશરફના મોત થઈ ગયા છે. મેડિકલ કોલેજ પાસે અતીક અહમદ અને અશરફની હત્યા થઈ ગઈ છે. જે સમયે આ હુમલો થયો, તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવતા હતા. બંનેની લાશ મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવી છે. હાલમાં ગોળી ચલાવનારા લોકોની ઓળખાણ થઈ નથી. પણ ઘટનાસ્થળ પર જયશ્રી રામના નારા જરુરથી સંભળાતા હતા. પોલીસ મામલાની તપાસમાં લાગેલી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રયાગરાજની કોલ્વિન હોસ્પિટલ નજીક હુમલો ત્યારે થયો, જ્યારે પોલીસ ટીમ અતીક અને અહમદને લઈને જઈ રહી હતી. આ દરમ્યાન ત્રણ ચાર હુમલાખોર અચાનક વચ્ચે આવી પહોંચે છે અને તાબડતોડ ફાયરિંગ શરુ કરી દીધી. પોલીસે હુમલાખોરોને ઘટનાસ્થળપરથી દબોચી લીધા છે. આ સમગ્ર મામલો પોલીસ અને મીડિયાની સામે થયો છે. બંને આરોપી પર જ્યારે ફાયરિંગ થયું, તો સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.અગાઉ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલો માફિયા અતીક અહેમદ દીકરા અસદ અહેમદના અંતિમ સંસ્કાર પહેલા મીડિયા સમક્ષ મૌન રહ્યો હતો. જોકે, અતીકના કાકા અશરફે મીડિયાની ભીડ સમક્ષ નિવેદન કર્યું કે, તે અલ્લાહની વસ્તુ હતી, ‘અલ્લાહે પાછી લઈ લીધી’ અતીકના દીકરા અસદનું એન્કાઉન્ટરમાં મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર પહેલા તેના ઘરથી લઈને કબ્રસ્તાન સુધી સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન રસ્તા પર પણ પોલીસનો કાફલો ઉતારવામાં આવ્યો હતો. પ્રયાગરાજના જૂના શહેરના વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

error: Content is protected !!