ગોંડલમાં ડો.આંબેડકર જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી:સાંસદ રમેશભાઈ ધડુક અને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાએ સ્મૃતિચિન્હ અર્પણ કર્યુ.
ખટારા સ્ટેન્ડ પાસે પ્રતિમાને શહેરના અગ્રણીઓ દ્વારા ભાવવંદના અને પુષ્પમાળા અર્પણ કરી
બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર સાહેબની 132મી જન્મજયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ગોંડલ શહેર મેઘવાળ સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરેલ હતું.
ભગવતપરા પટેલવાડી ચોક ખાતેથી નીકળેલ આ રેલી જય ભીમના નાદ સાથે શહેરના રાજમાર્ગો પર ફરીને ડો.બાબા સાહેબ આંબેડકરની ખટારા સ્ટેન્ડ ખાતે આવેલ પ્રતિમાએ પહોંચી હતી.ત્યાં ગોંડલના રાજકીય સામજીક અગ્રણીઓએ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પો અને પુષ્પહાર અર્પણ કર્યા હતા.આ પ્રસંગે રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક હસ્તે ડો.ભીમરાવ સાહેબ આંબેડકરની તસ્વીર સ્મૃતિચિન્હ રૂપે આયોજક ગોંડલ શહેર મેઘવાળ સમાજના અગ્રણીઓને અર્પણ કરવામાં આવી હતી.
તેમજ ગોડલ ધારાસભ્ય પ્રતિનિધિ ગણેશભાઈ .અશોક પીપળીયા અલ્પેશ ઢોલરીયા નગર પાલિકાના પ્રતિનિધિ પ્રવિણ રૈયાણી શહેર કોગ્રેસ પ્રમુખ આશીષભાઈ કુજડીયા યતિશભાઈ દેસાઈ આમ આદમી પાર્ટીના નિમીષાબેન ખૂટ સહિતના અગ્રણીઓ તેમજ હોદેદારો ઉપસ્થિત રહી પુષ્પહાર કર્યા હતા
આ તકે ગોંડલ શહેર સુન્ની મુસ્લિમ જમાત તથા સુન્ની મુસ્લિમ યંગ કમિટી દ્વારા રોમા ટોકીઝ ચોક ખાતે લચ્છી વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ઘોઘાવદર દાસીજીવણ સાહેબ ની જગ્યા ના મહંત શામળદાસ બાપુ, બાંદ્રા ઊગમ સ્થાન મહંત ગોરધનદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા મહેન્દ્રભાઈ સોલંકી, એડવોકેટ સાવનભાઈ પરમાર, અનિલભાઈ માધડ, રમેશભાઇ સોંદરવા સહિત ના લોકો એ જહેમત ઉઠાવી હતી.