સાડા પાંચ કરોડનો રેકર્ડ બ્રેક નફો કરતી ગોંડલ નાગરીક સહકારી બેંક બેંક દ્વારા ૧૯૦.૫૭ કરોડનુ ધિરાણ કરાયુઃ જીલ્લાનાં સહકારી ક્ષેત્રમાં નાગરીક બેંક ટોપ પર.
ગોંડલમાં લોકોની બેંક ગણાતી નાગરીક સહકારી બેંકે પુરા થતા વર્ષમાં પાછલા વર્ષોની તુલનામા પ્રગતિની હરણફાળ ભરી હોય સહકારી ક્ષેત્ર માં નવા આયામ સર્જાયા છે.રેકર્ડબ્રેક નફા માટે બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા તથા તેમની ટીમની મહેનત સફળ બની છે.
ગોંડલ ના અર્થતંત્ર ની ધોરીનશ ગણાતી નાગરીક બેંકે પુરા થતા વર્ષ માં સાડા પાંચ કરોડ નો નફો કર્યો છે.છેલ્લા બે વર્ષ પહેલા બેંક મા ફિક્સ ડિપોઝિટ અંદાજે ૨૯૬ કરોડ હતી.જેમા ઉતરોતર વધારો થતા હાલ ૩૩૩.૨૬ કરોડ ની થવા પામી છે.એ જ રીતે પાછલા વર્ષો મા ધિરાણ અંદાજે ૧૪૦ કરોડ થયુ હતુ.પરંતુ ચેરમેન અશોકભાઈ પીપળીયાના સ્તુત્ય પ્રયાસોથી વેપારીઓ તથા મધ્યમવર્ગીય લોકોને પ્રોત્સાહન મળતા ૧૯૦.૫૭ કરોડનુ ધિરાણ થવા પામ્યુ છે.જ્યારે પુરા થતા વર્ષમા પણ બેંકનુ એનપીએ ઝીરો રહ્યુ છે.
ગોંડલમાં ત્રણ અને રાજકોટ, શાપર,જસદણ, સાણથલી અને દેરડી સહિત જીલ્લાભર મા આઠ બ્રાંચ ધરાવતી નાગરીક સહકારી બેંકમા તમામ ડીરેકટરો ઉપરાંત પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાની યોગ્ય દેખરેખ અને અશોકભાઈ પીપળીયાના કુશળ વહીવટને કારણે નાગરીક બેંક લોકોના વિશ્વાસનુ ઉતમ ઉદાહરણ બની છે.સભાસદો,ખાતેદારો અને લોનીઓને નેટ બેંકીંગ સહિતની સુવિધાઓ સરળ બની છે.