ઉપલેટા તાલુકાના ગધેથડ ખાતે આવેલ ગાયત્રી આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી લાલબાપુના હસ્તે બે-બે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

 

ગોંડલના માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજા તથા સ્વર્ગસ્થ બારાજબા મહિપતસિંહજી જાડેજા નાં સ્મરણાર્થે ગોંડલની જનતા માટે અનિરૂદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા(રીબડા)

 

હસ્તે:- રાજદીપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા ગાયત્રી આશ્રમ ગધેથડ,ખાતે પરમ પૂજ્ય સંતશ્રી લાલબાપુના વરદ હસ્તે બે-બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.

પૂજ્ય લાલબાપુ એ પૂજનવિધી કરી બન્ને એમ્બ્યુલન્સની ચાવી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ તથા ગૌતમભાઈ ને સુપ્રત કરી.

આ તકે પત્રકારો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!