રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ : સરકારી શાળના વિધાર્થીઓએ વધાર્યું શાળાનું ગૌરવ.

નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) 2023ની પરીક્ષામાં જેતપુર તાલુકાના મેવાસા ગામની સરકારી કુમાર શાળાના ચાર વિધાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે

આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાથીઓને ધોરણ 09થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી દર મહિને 1000/- રૂપિયા લેખે સ્કોલરશીપ યોજનાનો નિયમો અનુસાર લાભ મળવાપાત્ર થતો હોય છે.

આ ચારેય વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મેવાસા ક્લસ્ટરના સીઆરસી ભગતસિંહ ડોડીયા તથા સ્પેશિયલ એજ્યુકેટર ચૌહાણ દિલીપભાઈ દ્વારા એનએમએમએસ પરીક્ષામાં માર્ગદર્શન આપનાર ગણિત વિજ્ઞાનના શિક્ષક પ્રતિક ચુડાસમા અને મેરીટ પસંદ થયેલા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

દિનેશ રાઠોડ, જેતપુર

error: Content is protected !!