ગોંડલ હવામહેલ પેલેસ નામદાર રાજકુમાર સાહેબ શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ ને જન્મદિવસે પુસ્તક ની ભેટ સાથે શુભેચ્છાઓ પાઠવી.

ગોંડલ હવામહેલ પેલેસ ના નામદાર રાજકુમાર શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ ના શુભ જન્મ દિવસ અવસરે ગોંડલ ના પ્રકૃતિપ્રેમી અને સામાજીકસેવા કરતા ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના સ્થાપક અને ટ્રસ્ટી હિતેશભાઈ દવે તરફથી શુભ મંગલ જન્મ દિવસ ની શુભેચ્છાઓ સાથે તાજેતરમાં ગુજરાત સ્ટેટ બર્ડ્સ કનઝર્વેટિવ સોસાયટી ઓફ ગુજરાત દ્વારા 750 થી વધુ પક્ષીઓની સંપૂર્ણ વિગત અને ફોટાઓ સાથે નું પુસ્તક ગોંડલ ના શ્રી રામજી મંદિર ના મહંત પૂ.શ્રી જયરામદાસજી મહારાજ ના શુભ હસ્તે બીપીનભાઈ ભટ્ટ,હિતેશભાઈ દવે પ્રકૃતિપ્રેમી,રોહિતભાઈ સોજીત્રા પક્ષીપ્રેમી અને વાળાબાપુ ની ઉપસ્થિતિમાં જન્મ દિવસ નિમિત્તે ભેટ આપવામાં આવી.

ગોંડલ રાજકુમાર સાહેબ શ્રી જ્યોતિરમયસિંહજી ને સાહિત્ય,સંગીત,માનવીય સામાજિક સેવા,પ્રકૃતિ અને પર્યાવરણ સાથે પક્ષીદર્શન નો ખાસ શોખ ધરાવે છે..તેઓ પોતાના પ્રવાસ દરમ્યાન પ્રકૃતિ અને પક્ષીઓને જોવાનો એકપણ મોકો છોડતા નથી.

તેમના આ વૈવિધ્યસભર ઉમદા શોખ ને ધ્યાને લઇ પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે એ તેઓશ્રીને ગુજરાત રાજ્ય અને દેશ માં જોવા મળતા વિવિધ પક્ષીઓની સંપૂર્ણ વિગતો સાથેની બર્ડ્સ ઓફ ગુજરાત પુસ્તક ભેટ આપવામાં આવતા રાજકુમાર સાહેબએ ખૂબ ખુશી વ્યક્ત કરતા જણાવેલ કે હવે પછી હું મારા દરેક પ્રવાસ માં આ પુસ્તક મારી સાથે રાખીશ આ એ વિવિધ પક્ષીઓની ઓળખ મેળવીશ..તેઓશ્રીએ આવી ઉપયોગી અને મનગમતી ભેટ આપવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો.


આ તકે ગોંડલ પક્ષીપ્રેમી ચેરી.ટ્રસ્ટ ગોંડલ ના પ્રમુખ અને ટ્રસ્ટી રોહિતભાઈ સોજીત્રા,વાળાબાપુ અને હિતેશભાઈ દવે એ સંસ્થા વતિ જન્મ દિવસ ની ખાસ શુભેચ્છાઓ સાથે પુષ્પહાર અર્પણ કરેલ હતા.

error: Content is protected !!