ભાડલા પો.સ્ટે. વિસ્તારમાં મળી આવેલ મંદબુધ્ધિ બાળકિશોરને તેના વાલી-વારસ સાથે મિલાપ કરાવતી ભાડલા પોલીસ.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલા સાહેબ, ગોંડલ વિભાગની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ્ટે.મા SHE TEAM ની S.O.P. મુજબ મહીલા અને બાળકોને તુરંત મદદ મળી રહે તે પ્રમાણે કામગીરી કરવા જણાવવામા આવેલ હોય, જે અનુસંધાને આજરોજ તા.૨૩/૦૩/૨૦૨૩ ના ભાડલા પો.સ્ટે. વિસ્તારના ભંડારીયા ગામે એક મંદબુધ્ધિનુ બાળકિશોર મળી આવેલ હોય, જેથી ભાડલા પો.સ્ટે. ની SHE TEAM દ્વારા સદરહુ મંદબુધ્ધિ બાળકિશોરના વાલી વારસ અંગેની સઘન શોધ ખોળ તથા તપાસ કરતા રાજકોટ શહેર ના ત્રંબા ગામના પિયુષભાઇ શંભુભાઇ રૈયાણી ની વાડીએ ત્રણ વર્ષથી મજુરીકામ કરતા રમેશભાઇ કાળુભાઇ ચૌહાણ, મુળ રહે. કુશલપુરા તા.રાણાપુર જી. ઝાંબુઆ, મધ્યપ્રદેશ રાજય વાળાનો દીકરો દયેશ (ઉ.વ.૧૫) ગઇકાલ તા.૨૨/૦૩/૨૦૨૩ ના રોજ તેઓ વાડીએ મજુરીકામ કરતા ત્યાંથી કયાંક જતો રહેલ હોય, અને આજુબાજુમા તપાસ કરતા મળી અવેલ ન હોય, જે અંગેની માહીતી મળતા ભાડલા પો.સ્ટે. ના SHE TEAM સ્ટાફ દ્વારા મંદબુધ્ધિ બાળકિશોર દયેશ (ઉ.વ.૧૫) વાળાને આજરોજ ત્રંબા ગામની સીમ તા.જી. રાજકોટ ખાતે રહેતા તેના માતા-પિતા સાથે મિલાપ કરાવી આપેલ છે.
કામગીરી કરનાર ટીમઃ-
(૧) શ્રી કિરણબેન મગનભાઇ, મહીલા પો.હેડ કોન્સ., SHE- ટીમ ઇન્ચાર્જ, ભાડલા પો.સ્ટે.
(ર) શ્રી સુનિલકુમાર વશરામભાઇ, પો.હેડ.કોન્સ. ભાડલા પો.સ્ટે.
(૩) વિજયભાઇ વલ્લભભાઇ, પો.કોન્સ. ભાડલા પો.સ્ટે.
(૪) વત્સલાબેન જયંતિભાઇ, મહીલા લોકરક્ષક, ભાડલા પો.સ્ટે.
(આર.એસ. સાંકળીયા)
પોલીસ સબ ઇન્સ્પેક્ટર
તસવીર પિયુષ વાજા જસદણ