આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે સુલતાનપુર નું વિરા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી.
ગોંડલ ના સુલતાનપુર નું સેવાકીય સંસ્થા વિરા ગ્રુપ દ્વારા છેલ્લા 6 વર્ષ થી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ ચકલી દિવસ ના રોજ વિરા ગ્રુપ ના તમામ સભ્યો દ્વારા સુલતાનપુર ના નજીક ની તમામ શાળા મા આજરોજ બાળકો ને ફ્રી મા ચકલી ના માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું
જેમાં વડિયા, અમરનગર, બાટવા દેવડકી, દેવળા, સાંજડીયાળી, કમઠીયા, નાના સખપર, ધૂડસીયા, વિંજીવડ, મોટા સખપર,તેમજ 15 જેટલી શાળા મા દરેક બાળકો ને ફ્રી મા માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું
અત્યાર સુધી મા વિરા ગ્રુપ દ્વારા 26500 માળા ફ્રી મા વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિરા ગ્રુપ દ્વારા લુપ્ત થતી ચકલી ની પ્રજાતિ ને કેમ બચાવવી તેમજ સાર સંભાળ લેવી તેની માહિતી બાળકો ને આપવામાં આવી હતી દરેક શાળા દ્વારા વિરા ગ્રુપ ના તમામ સભ્યો નું સન્માન કરવામાં આવ્યું હતું
આ ચકલી દિવસ નિમિતે સુલતાનપુર મા આવેલા તમામ મંદિરો, તેમજ સંસ્થા ઓ મા માળા બાંધીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિરા ગ્રુપ ચકલી બચાવો અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન, જેવા અનેક સેવાકીય કાર્યો કરી રહયા છે
ભવિષ્ય મા પણ આવા અનેક સેવાકીય કાર્યો કરતા રહેશે
આ તમામ ગ્રુપ ના સભ્યો મા દિવ્યેશ કાછડિયા, શૈલેષભાઇ ગોંડલીયા, મનોજ ભાદાણી, તુલસી રૈયાણી, મુકેશ બોઘાણી, જેમિન કાછડિયા, રવિ ભાદાણી, ઋષિકેશ ગોંડલીયા, કેવલ ભાદાણી જહેમત ઉઠાવી રહયા છે.
અહેવાલ -કમલેશ રાવરાણી: સુલતાનપુર