ગોંડલ નગર રચના યોજના (ટી.પી.સ્કીમ) અંગેના વાંધા – સૂચનો રજૂ કરવા સૂચના.
ગોંડલના નગર રચના અધિકારીશ્રી એ.જી.ઓતરાદીએ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ અનુસાર નગર રચના યોજના નં. ૧ (ગોંડલ)માં સમાવિષ્ટ દરેક મિલકતોના માલિકોને તેમની મિલકતના ઉતારાની નકલ મોકલવાની વ્યવસ્થા કરી છે. આ નિર્ણયોથી અસંતોષ હોય, તેવી હિત સબંધ ધરાવતી વ્યક્તિઓએ/માલિકોએ ઉતારાની નકલ મળ્યેથી ૧(એક) માસની અંદર રાજ્ય સરકારશ્રી દ્વારા નિયુક્ત થયેલ પ્રમુખશ્રી બોર્ડ ઓફ અપીલ, બોર્ડ ઓફ અપીલની કચેરી (C/O મુખ્ય નગર નિયોજકશ્રીની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે, ચ-૩, ક્રોસ રોડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર)ને જરૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ અપીલના મેમોરેન્ડમની મુળ નકલ ઉપર લગાવી ત્રણ નકલમાં લેખિત અપીલ અરજી કરી શકશે.
નગર રચના યોજના નં. ૧ (ગોંડલ)ની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નગર રચના અધિકારીની કચેરી, નગરપાલિકા બિલ્ડીંગ, પ્રથમ માળે, કોલેજ ચોક, ગોંડલ ખાતે રજાના દિવસો સિવાય જોઇ શકાશે તેમજ તે સમજાવવાની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે, જેનો સંબંધિતોને લાભ લેવા નગર નિયોજક–૧(ગોંડલ) ના નગર રચના અધિકારીશ્રી એ.જી.ઓતરાદીની યાદીમાં જણાવાયું છે