ગોંડલ નગરપાલિકા નાં સેનિટેશન ચેરમેન નાં પ્રતિનિધિ અનિલ માધડ ની આગ નાં બનાવવામાં ઉમદા કાર્ય.
ગોંડલ સરવૈયા શેરીમાં આંગણવાડી ની બાજુમાં રાખેલ કેબીનમાં આગ લાગતા અંદર પડેલ હોઝયરી કટલેરી સહિતની વસ્તુઓ લપેટમાં આવી જતાં બળીને ખાક થઈ જવા પામી હતી.
જાણવી મળતી વિગતો અનુસાર સરવૈયા શેરીમાં રહેતા યુસુફ અમીનભાઈ દયાળા હોઝયરી તેમજ કટલેરી ની ફેરી કરી ધર પરિવાર ચલાવતા હતાં સાંજ ના સમયે રિક્ષામાં ફેરીમારી પરત આવેલ હતાં અને વધેલો માલ સરવૈયા શેરીમાં આંગણ વાડીની બાજુમાં રાખેલ કેબીનમાં ગોઠવી ને ધેરે ચાલ્યાં ગયા હતાં રોજ સવારે નગર પાલિકા ના સફાઈ કામદાર સફાઈ કરી કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરતાં હોય છે પરંતુ આજે વધુ કચરો ભેગો થયો હોવાથી ત્યાંજ દિવાસળી મુકી આગ ચાપી હતી જોત જોતામાં બાજુમાં પડેલ કેબીન ને આગની લપેટમાં લઈ લેતાં આજુબાજુના રહીશો દ્વારા અપના હાથ જગન્નાથ કરી પાણીની ડોલુ છંટકાવીને આગને કાબુમાં લઈ ને સ્થાનિક નગર પાલિકા સદસ્ય ગોવિંદભાઈ ધડુક જાણ થતાં ધડુકે આશીફભાઈ ઝકરીયા સેનીટેશન ચેરમેન પ્રતિનિધિ અનિલભાઈ માધડ સંજયભાઈ ધીણોજાને જાણ કરતાં બનાવ સ્થળે દોડી આવ્યા હતાં અને આગ ચાંપી ત્યાથી નિકળી ગયેલ સીનીટેશન કામદાર ને બોલાવી આવો બનાવ બીજીવાર ન બને તેમનું ધ્યાન રાખી ઠપકો આપવામાં આવ્યો હતો અને યુસુફભાઈને જે આગમાં નુકશાન થયુ હતું તે સીનીટેશન પ્રતિનિધિ અનીલ માધડે ભરપાઈ કરી હતી આમ પોતાની સુઝબુજ થી આગનો મામલો થાળે પાડયો હતો સીનીટેશન કર્મચારી અને કેબીન ધારકે નુકશાની થી બચાવીને એક ઉમદા કાર્ય કર્યું હતું જે બદલ અન્ય પાલિકા સભ્યો તેમજ કર્મચારી ગણએ અભિનંદન પાઠવ્યા હતાં