ગોંડલના મોટી ખીલોરી ગામે અડધા લાખનો ગાંજાનો જથ્‍થો પકડાયોઃ રૂરલ એસઓજીનો દરોડો:પકડાયેલ વૃધ્‍ધ અરજણ બાબરીયા ગાંજાનો બંધાણી હોવાનું અને સુરતથી ગાંજાનો જથ્‍થો લાવ્‍યાની કબુલાત આપી.

ગોંડલના મોટી ખિલોરી ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી અડધા લાખના ગાંજાના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના મોટી ખીલોરી ગામે રહેતા અને ખેતીકામ કરતા અરજણ રણછોડભાઇ બાબરીયા ગાંજાના જથ્‍થાનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રૂરલ એસપી જયપાલસિંહ રાઠોરના માર્ગદર્શન હેઠળ રૂરલ એસઓજીના પીઆઇ એ.બી.જાડેજા, પીએસઆઇ કે.એમ.ચાવડા, તથા પીએસઆઇ ભાનુભાઇ મીયાત્રા, સહીતના સ્‍ટાફે રેઇડ કરી ગાંજાનો જથ્‍થો પાંચ કિલો ર૦૦ ગ્રામ કિંમત પર,૦૦૦નો જથ્‍થો ઝડપી લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ પકડાયેલ વૃધ્‍ધ અરજણ બાબરીયા પોતે ગાંજાનો બંધાણી છે. પકડાયેલ ગાંજાનો જથ્‍થો સુરતથી લાવ્‍યો હતો. પોતે ગાંજાનો બંધાણી હોય ખર્ચો કાઢવા માટે ગાંજો વેચતો હોવાની પણ કબુલાત આપી હતી. પકડાયેલ શખ્‍સને ગોંડલ તાલુકા પોલીસ મથકને હવાલે કરાયો છે.

error: Content is protected !!