આટકોટના વિરનગરના શખ્સને દેશી પિસ્તોલ સાથે રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધો.
જીલ્લામાં ગેરકાયદે હથિયારો શોધી કાઢવા રૂરલ એસ.પી.જયપાલસિંહ રાઠોડે આપેલ સુચના અન્વયે રૂરલ, એસ.ઓ.જી.ના પી.આઇ. કે.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.સી. મિંયાત્રા તથા કે.એમ.ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ બાતમી આધારે આટકોટના વિરનગરમાં વોચ ગોઠવી મનોજ ઉર્ફે ભાણો વીરૂભાઇ બાવીસીયાને દેશી બનાવટની પિસ્તોલ કિ. ૧પ,૦૦૦ સાથે ઝડપી લીધો હતો.
પકડાયેલ મનોજ ખેતીકામ કરે છે અને તેને રાજકીય આગેવાન પરેશભાઇ રાદડીયા સાથે મનદુઃખ ચાલુ હોય ૧૧ વર્ષ પૂર્વે શખ્સ પાસેથી આ હથીયાર ખરીદયાની કબુલાત આપતા પોલીસે હથીયાર આપનાર શખ્સ અંગે તપાસ કરતા તે ગુજરી ગયાનું ખુલ્યું હતું.
પકડાયેલ મનોજને આજે બપોરે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે વધુ તપાસ રૂરલ એસ.ઓ.જી.ના પી.એસ.આઇ બી.સી. મિયાંત્રા ચલાવી રહ્યા છે