બોગસ અખબારો સામે સરકારની ઝુંબેશ: RNI નંબર-ઓરિજિનલ દસ્તાવેજોની નોેંધણી ફરજિયાત.

રિન્યુ કરાયા ન હોય તેવા RNI નંબરો ચલાવી લેવાશે નહીં: ઓરિજિનલ ડોકયુમેન્ટ વેરીફાઇડ કરાવવા જરૂરી: કલેકટર

 

અખબાર એ દેશની ચોથી જાગીર ગણાય છે. લોકશાહીના આધારસ્તંભને ટકાવી રાખવા માટે મીડીયાનો ફાળો બહુમુલ્ય ગણાય છે પરંતુ કેટલાક બોગસ અખબારો યેલો જર્નાલીજમ (પીળું પત્રકારત્વ) અપનાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહયાની ઉઠેલી ફરીયાદોના પગલે સરકાર દ્વારા બોગસ અખબારો સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, અખબારો ચલાવવા માટે આરએનઆઇ (RNI) નંબર ફરજીયાત હોય છે.

પરંતુ કેટલાક અખબારો રીન્યુ કરાયા ન હોય તેવા વર્ષો જુના આરએનઆઇ નંબરોનો ઉપયોગ કરી રહયા છે. જે અનઅધિકૃત ગણાય છે. આવા બિનઅધિકૃત આરએનઆઇ નંબરો ઉપર અખબારો ચલાવવા યોગ્ય નથી. આ માટે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે અંતર્ગત અખબારોના માલીકોએ હવે આરએનઆઇ નંબર તેમજ ઓરીઝનલ ડોકયુમેન્ટસ કલેકટર-પ્રાંત અધિકારી પાસે વેરીફીકેશન કરાવવાનું ફરજીયાત કરાયું છે.અહીં એ ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અખબાર માટે આરએનઆઇ નંબર મેળવ્યા પછી તેના પર પ્રતિવર્ષે રીટર્ન ફાઇલ કરવું ફરજીયાત છે.

પરંતુ કેટલાક અખબારો નીતિ નીયમોનો છેદ ઉડાડી પીળું પત્રકારત્વ અપનાવી રહયા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. આવા અખબારો વર્ષો જુના આરએનઆઇ નંબરનો પણ ઉપયોગ કરી સરકાર અને આમ લોકોને ગેરમાર્ગે દોરી રહયા હોવાની ઉઠેલી ફરીયાદો બાદ હવે સરકાર દ્વારા વર્ષો પછી પોલીસીમાં ફેરફાર કરી અખબારોના આરએનઆઇ નંબર અને ઓરીઝનલ ડોકયુમેન્ટ કલેકટર-પ્રાંત અધિકારી પાસે નોંધણી કરવાનું ફરજીયાત કરી દેવામાં આવશે.

error: Content is protected !!