ગોંડલ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા ના દીકરીબા દેવિશાબા ના જન્મદિવસની અનોખી રીતે કરી ઉજવણી.

ગોંડલના વોર્ડ નંબર ૩ ના નગરપાલિકાના સભ્ય તેમજ પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા ના દીકરીબા દેવિશાબા ના જન્મદિવસ નિમિત્તે સરકારી આંગણવાડી ના બાળકો સાથે ખુશી વેચી બર્થ ડે ની ઉજવણી કરી બર્થ ડે એટલે દરેકની જિંદગીમાં એક વાર આવતો ખાસ દિવસ આ દિવસને યાદગાર બનાવવા તમામની ઈચ્છા હોય જ દરેક વ્યક્તિ પોત પોતાના વિચાર અને સંસ્કાર મુજબ આ દિવસના સેલિબ્રેશનના પ્લાનિંગ કરતા હોય છે

ગોંડલ નગરપાલિકાના વોર્ડ -૩ ના સભ્ય તેમજ પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા ના દીકરી દેવીશાબાનો જન્મદિવસ નિમિત્તે સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના નાના બાળકોને તેમના શિક્ષણમાં મદદરૂપ થઈ શકે તેવી ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરી પોતાના જન્મદિવસની યાદગાર બનાવ્યો હતો. ખાસ કરીને ત્યાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓને શિયાળો ઉનાળો કે ચોમાસુ ના દિવસોમાં નીચે બેસવામાં વધારે તકલીફ હોય

 

આંગણવાડીના પરિવારે ખાસ એવો આગ્રહ રાખ્યો હતો કે બાળકોને બેસવા માટે ચેરની વ્યવસ્થા થાય તો વધારે સારું તે માટે દેવીશાબા ના બર્થ ડે નિમિત્તે 46 જેટલી ચેર (ખુરશી) બાળકોને તેમજ આંગણવાડીને પ્રોત્સાહિત રૂપે આપવામાં આવી. સરકારી આંગણવાડીના બાળકો ને અભ્યાસ માટે જરૂરી વસ્તુઓ આપીને ઉજવણી કરી હતી

ગોંડલની સરકારી આંગણવાડી એસઆરપી ખાતે જેમાં 46 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી તેમની પાયાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે સ્ટેશનરી કીટ પેન્સિલ ઇરેઝર, શાર્પનર, સ્કેલ વગેરે તથા ચોકલેટ આપીને ઉજવણી ને સાચા અર્થમાં ચરિત અર્થ કરી આયોજિત આ આયોજનમાં ગોંડલ એસ.આર.પી.ગ્રુપ -૮ ના કમાન્ડર શ્રી પ્રફુલભાઈ વાણીયા સાહેબ પણ પધાર્યા હતા અને એસ.આર.પી.-૮ની આંગણવાડી ના બાળકોની મદદરૂપ થનાર આંગણવાડીના પરિવાર એ આભાર વ્યક્ત કર્યો હતો

error: Content is protected !!