ગોંડલમાં પાણીપુરી ની શોખીન એક વાછરડી નિત્યક્રમ પાણી પુરી ખાવા પહોંચી જાય છે.
ગોંડલ માં આમ તો મરીયમ બાગ સામે આવેલ ભુવનેશ્વરી પાણીપુરી પ્રખ્યાત છે મોટાભાગના જેન્સ તેમજ લેડીઝ પાણીપુરી ખાવાના શોખીનો હોયછે ત્યારે આ પાણીપુરી એક વાછરડી પણ કાયમી નિત્ય ક્રમ મુજબ પાણીપુરી આરોગવા પહોંચી જતી હોયછે
અને પાણીપૂરી આરોગવા આવતા લોકો પણ આ વાછરડી ને અચુક એક પ્લેટ આપી હોશે હોશે આ વાછરડીને પાણીપુરી આપતાં હોય છે ત્યારે આજે સૌરાષ્ટ્ર સમયના તંત્રી ઋષિકેશ પંડયાએ પણ આજે આ લાવો લઈને વાછરડી ને પાણીપૂરી ખવડાવી ને ધન્યતા અનુભવી હતી.