ગોંડલ આશાપુરા ચોકડીએ કવાલીસ ગાડીમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો:

વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૨૧૨ કિંમત રૂ.૧૦૬૦૦૦ મળી આવતા કારચાલકની ધરપકડ

ગોંડલ શહેરની ગ્રીનપાર્ક સોસાયટીમાં ઇનોવા ગાડીમાંથી દારૂ ઝડપાયાની ઘટનાને ગણતરી ની કલાકો વીતી નથી ત્યાં જ શહેરની આશાપુરા ચોકડી પાસે સીટી પોલીસે બાતમીના આધારે કવાલિસ્ ગાડીમાં જતા શખ્સને રોકી તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

પ્રાપ્ત વિગતો મુજબ સીટી પીઆઈ એમ.આર.સંગાડા, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ગુજરાતી, મહિપાલસિંહ, વઘાભાઈ સહિતનાઓએ બાતમીના આધારે આશાપુરા ચોકડી પાસે મનીષ મગનભાઇ સૉરોયા રહે.ગોંડલ સફેદ કલર ની ટોયોટા કવાલીસ રજી નંબર જી.જે.14-ઇ 1088 નીકળતા તેને

રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૨૧૨ કિંમત રૂ. ૧૦૬૦૦૦ મળી આવતા ઉપરોક્ત શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવમાં કવાલિસ ગાડી સહિત કુલ રૂ.૨૧૦૦૦૦  નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!