ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૪૩૨ તથા ઇનોવા કાર સહિત કુલ રૂ. ૫,૨૯,૬૦૦/- નો મુદામાલ પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ  નાઓએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ પોલીસ ઈન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પો.સબ ઇન્સ. ડી.જી.બડવા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ.નરેન્દ્રસિંહ રાણા તથા જયેન્દ્રસિંહ વાઘેલા તથા મહિપાલસિંહ જાડેજા તથા અનીલભાઇ ગુજરાતી તથા રૂપકભાઇ
બોહરા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ નાઓને સંયુક્તમાં મળેલ હકિકત આધારે ગોંડલ, જેતપુર રોડ, ગ્રીન પાર્ક સોસાયટીમાંથી એક ટોયોટા કંપનીની ઇનોવા કાર સીલ્વર કલરની રજી નંબર GJ-01-KD-3322માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૪૩૨ કિ.રૂ. ૧,૨૯,૬૦૦/- તથા એક ઇનોવા કાર નં. GJ-01-KD-3322 ની કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- સહિત કુલ રૂ.૫,૨૯,૬૦૦/- નો મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહિ
કરેલ છે.

પકડવા પર બાકી આરોપી
ટોયોટા કંપનીની ઇનોવા કાર સીલ્વર કલરની રજી નંબર GJ-01-KD-3322 નો વપરાશ કર્તા અન્ય મુદામાલ

કબજે કરેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૪૩૨ કિ.રૂ. ૧,૨૯,૬૦૦/-
(૨) એક ઇનોવા કાર નં. GJ-01-KD-3322 ની કિ.રૂ. ૪,૦૦,૦૦૦/-
મળી કુલ રૂ.૫,૨૯,૬૦૦/- નો મુદામાલ

કામગીરી કરનાર ટીમ-
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પો.સબ ઇન્સ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો. હેડ કોન્સ. નરેન્દ્રસિંહ રાણા તથા જયેન્દ્રસિંહ વાઘેલા તથા મહિપાલસિંહ જાડેજા તથા અનીલભાઇ ગુજરાતી તથા રૂપકભાઇ બોહરા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ
રાઠોડ તથા અમુભાઇ વિરડા તથા નરેન્દ્રભાઇ દવે સહિત ના જોડાયા હતા.

error: Content is protected !!